www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોઅક્ષરધામ મંદીર

અક્ષરધામ

ગાંધીનગર સ્‍થિત ‘અક્ષરધામ’ ગુજરાતના હિન્‍દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે. ‘અક્ષરધામ’માં કળા, સ્‍થાપત્‍ય, શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે. ગાંધીનગર જિલ્‍લામાં ૨૩ એકર જમીનમાં ફેલાયેલા આધ્‍યાત્‍મિક સંકુલ ગુલાબી પથ્‍થરોમાંથી નિર્માણ પામેલું છે. ૧૦૮ ફુટની ઊંચાઇ અને ૬૦૦૦ ટન પથ્‍થરો તેના નિર્માણ કાર્યમાં વપરાયેલા છે. વાસ્‍તુશાસ્‍ત્રના ઉચ્‍ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિન્‍દુત્‍વના સિમાચિહ્ન સ્‍વરૂપ ‘અક્ષરધામ’ના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે.

‘અક્ષરધામ’ એક જ શિલામાંથી બનાવેલા અંદાજીત ૨૧૦ કલાત્‍મક થાંભલા, ૫૭ જેટલા બેનમૂન બારીઓ, ઘૂમ્‍મટો અને આઠ જેટલા નકશીકામની ભરપુર ઝરૂખાથી શોભી રહ્યું છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણની અંદાજીત ૯.૨ ટનની ભવ્‍ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવેલ ‘અક્ષરધામ’ ના ગર્ભગૃહમાં સ્‍થાપિત કરેલી છે. સ્‍વામિનારાયણ સંપ્રદાય જેમના નામ પરથી પ્રચલિત થયો તે ભગવાન સ્‍વામિનારાયણની મૂર્તિ ૭ ફૂટ ઊંચી છે. ઉચ્‍ચ આસન પર બિરાજમાન ભગવાન સ્‍વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરુપ ઓલૌકિક છે. તેમની જમણી બાજુ સ્‍વામી ગુણાતીતાનંદ તથા ડાબી બાજુ સ્‍વામી ગોપાળાનંદ વંદન-અર્ચન કરતા દ્રશ્‍યમાન થાય છે. બંને તેમના અનુયાયીઓ, સ્‍વામી ગુણાતીતાનંદ કહેતા ‘અક્ષરધામ’ ભગવાનને પામવાનું અંતિમધામ છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયની ફિલસૂફી પ્રમાણે ભગવાન સ્‍વામિનારાયણને સમર્પિત ભક્તોને ‘અક્ષરધામ’ માં તે પોતાની સાથે લઇ જશે.

અક્ષરધામ પહોંચવાનો માર્ગ
નજીકનું હવાઇ મથક અમદાવાદ


નજીકનું રેલવે સ્‍ટેશન ગાંધીનગર અને અમદાવાદ


રાજ્યના વિવિધ સ્‍થળોથી રાજ્ય પરિવહન નિગમની બસો તેમજ ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત લકઝરી કોચની સુવિધા છે.


બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાના ગુરુ પરંપરાના દ્વિતીય સંત ગુણાતીતાનંદ સ્‍વામી ‘અક્ષરપુરુષ’થી પણ ઓળખાતા.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાએ ‘અક્ષરધામ’ નું નિર્માણ કર્યું. ભવ્‍ય ઇતિહાસ ધરાવતા "સનાતન ધર્મને" ઉજાગર કરતું સ્થાપ્ત્ય અને જીવન-પ્રેરણાદાયી ધ્‍વનિ અને પ્રકાશ આયોજનના માધ્‍યમ દ્વારા મુલાકાતીઓને દિવ્‍યજીવનની અનુભૂતિ થાય છે. આ કાર્યક્રમ દ્વારા હિન્‍દુત્‍વના વિભિન્‍ન પાંસાઓની પ્રસ્‍તુતિ આલેખવામાં આવી છે. નવેમ્‍બર રજી, ૧૯૯૨થી પ્રારંભ થયેલા આ સાંસ્‍કૃતિક સ્‍મારકની મુલાકાત દેશ-દુનિયાભરના લોકોએ કરી. હિન્‍દુધર્મના મૂલ્‍યોની જાણકારી સાથે વૈશ્વિક શાંતિ અને વસુધૈવ કુટુમ્‍બકમની ભાવનાનું પ્રસારણ ‘અક્ષરધામ’ થકી થઇ રહ્યું છે.

‘અક્ષરધામ’ ના સ્‍થાયી પ્રદર્શન વિભાગમાં વૈદિક યુગની પ્રતિકૃતિ, પુરાણકથાઓની પ્રસ્‍તૃત કરાઇ છે. મુલાકાતીઓ સ્‍વયં આપણી માતૃભૂમિના ગૌરવપૂર્ણ ઇતિહાસની અનુભૂતિ કરે છે.

‘અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.

અહીં સર્વધર્મ સમભાવ કાર્યક્રમ હેઠળ વિશ્વના તમામ ધર્મોની વાત દ્રશ્‍ય-શ્રાવ્‍ય કાર્યક્રમ દ્વારા બતાવવામાં આવે છે. ૩૬૫ પથ્‍થરના થાંભલા સાથે આ વિશાળ સ્‍થાપત્‍ય નિર્માણ પામેલું છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia