www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીનૃત્‍ય અને સંગીતભવાઇ-લોકનાટ્ય

ભવાઇ-લોકનાટ્ય

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્‍યાં ત્‍યાં વસે ગુજરાત  
ગુજરાતમાં સંસ્‍કૃતિ અને પરંપરાગત રૂઢિઓ સર્વત્ર જીવંત જોવા મળે છે. વિતેલા સમયનો જાજરમાન વૈભવી વારસો તેની સભ્‍યતા, જીવનશૈલી અને સંસ્‍કારિકતાને ઉજાગર કરે છે.

રંગભૂમિની સૌથી જૂની પરંપરાગત લોકનાટ્યનું સ્‍વરૂપ ‘ભવાઇ’ ભાવપૂર્ણ અભિવ્‍યક્તિ દ્વારા પરંપરાગત લોક કથાનો પ્રચાર કરતું નાટ્ય સ્‍વરૂપ ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે. ‘ભવાઇ’ શબ્‍દ તેના સ્‍વરૂપની ઝાંખી કરાવે છે, ‘ભવ’ અને ‘આઇ’ બંને શબ્‍દો અર્થસભર છે. ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ, જ્યારે ‘આઇ’ નો અર્થ થાય છે ‘માતા’, ‘મા’, જગતની માતા, વિશ્વની મા એટલે જગદંબા. મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી રજૂ થતો લોક નાટ્યનો પ્રકાર ‘ભવાઇ’ માં દરેક પાત્રો પુરુષો જ હોય છે. પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી અને સ્‍થાનિક કથા વસ્‍તુને આવરી લેતા ‘ભવાઇ’ માં વાજીંત્રો અને વાદ્યોમાં ખાસ પુંગલ, ઢોલક, મંજીરા અને સારંગી મુખ્‍ય છે. ‘ભવાઇ’ સામાન્‍ય રીતે ખુલ્‍લા મેદાનમાં ભજવવામાં આવે છે. ભવાઇમાં સ્‍ત્રીપાત્રોની ભજવણી માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. પુરુષો સ્‍ત્રીઓનો પોશાક પહેરે છે.

લોક નાટ્યના અન્‍ય સ્‍વરૂપોમાં ‘રામલીલા’ છે. ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત આ લોક નાટ્યનું સ્‍વરૂપ પરંપરાગત મનોરંજન, શિક્ષણ અને ધાર્મિક આસ્‍થાનું સ્‍વરૂપ રહ્યું. ‘રામાયણ’ અને ‘મહાભારત’ ના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથાવસ્‍તુને ધ્‍યાનમાં રાખી તેને ‘રામલીલા’ માં રજૂ કરવામાં આવે છે. ભવ્‍ય મંડળ, પરંપરાગત દિવ્‍ય આભૂષણો-પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્‍ત્રો દ્વારા પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપૂણ હોય છે. સામાન્‍ય રીતે સમીસાંજથી શરૂ થતો આ નાટ્ય પ્રયોગ ‘રામલીલા’ મોડી રાત સુધી ચાલતો હોય છે. ધાર્મિક મહત્‍વ ધરાવતા આ લોકનાટ્યના પ્રયોગો ગ્રામીણ વિસ્‍તારોમાં ઘણા પ્રચલિત છે.
ભવાઇ-લોકનાટ્ય


નૃત્‍ય


ગરબા અને રાસ


હલિસાકા

સમયાંતરે લોક નાટ્યના સ્‍વરૂપોમાં બદલાવ આવ્‍યો. મનોરંજન ક્ષેત્રે સમય બદલાતા મનોરંજનના પ્રયોગોમાં પણ ફેરફાર આવ્‍યો. છતાં ‘ભવાઇ’ એ તેનું મૂળ સ્‍વરૂપ જાળવી રાખ્‍યું છે. ‘મા અંબા’ ને સમર્પિત આ લોકનાટ્ય તેની ભક્તિનું જ સ્‍વરૂપ છે. આજે પણ ‘અંબાજી’ માના મંદિરે જે ઉત્તર ગુજરાતમાં માઉન્‍ટ આબુ જતાં અવે છે. ત્‍યાં દર નવરાત્રીએ ‘ભવાઇ’, દ્વારા ‘મા અંબા’ નું પૂજન - અર્ચન કરાય છે. ‘મા અંબા’ ના પૂજનના એક પ્રકાર તરીકે કલાકારો ‘ભવાઇ’ ને ભજવે છે.


‘ભવાઇ’ દ્વારા સામાજીક સંદેશાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. અન્‍યાય, સ્‍ત્રીનો દરજ્જો, સામાજીક અસમાનતા અને જાતિવાદ જેવા પ્રશ્નોની રજૂઆત ‘ભવાઇ’ દ્વારા કરાય છે અને તેના નિરાકરણ માટેનું શિક્ષણ પણ અપાય છે. સામાજીક જાગૃતિ અને સામાજીક શિક્ષણનો વ્‍યાપ ભવાઇ દ્વારા સમાજ જીવનમાં ફેલાવવામાં આવે છે. ભવાઇ મંડળમાંના સભ્‍ય-કલાકારોના પ્રમુખને ‘નાયક’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં નાટ્ય અનુરૂપ સંવાદો, સંગીત અને દેખાવ માટે માર્ગદર્શન આપે છે. ‘ભવાઇ’ ના સંવાદોનું સંપાદન કરાતું નથી. ‘કલાકારો પ્રસંગ અનુરૂપ સ્‍વયં સંવાદો બોલે છે. સંવાદની સાથે તેઓ નૃત્‍યમય શૈલીમાં અભિનય કરે છે. ‘ભવાઇ’ માં મુખ્‍ય પાત્રને ‘રંગલો’ કહેવામાં આવે છે.


ગુજરાતની પરંપરાગત નાટ્ય સંસ્‍કૃતિમાં ‘ભવાઇ’ નાટ્ય સ્‍વરૂપ ગુજરાતના સંગીત અને નાટ્ય પરંપરાને જીવંત રાખે છે.


દરેક ક્ષેત્રોમાં બહુવિધ કલા-સંસ્‍કૃતી ધરાવતા ગુજરાતમાં સિદ્દી નૃત્‍ય, પઢાર નૃત્‍ય, ડાંગી નૃત્‍ય અને અન્‍ય સ્‍થાનિક ગ્રામીણ નૃત્‍યો ઉત્‍સવોની ઉજવણીમાં કરાય છે.


‘સનેડો’ ગુજરાતના પાટણ પ્રદેશનું નાટ્ય-ગાન રૂપ છે. છતાં ગુજરાતના અન્‍ય પ્રદેશોમાં પણ તેનો વ્‍યાપ થયો. નવરાત્રીના પર્વો તથા લગ્‍નપ્રસંગોમાં ગવાતો ‘સનેડો’ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે. પ્રણય પ્રસંગો તેમજ અન્‍ય કથાવસ્‍તુને વણી લેતો સનેડો તેના રાગ-લય અને કોરસ દ્વારા ખૂબ જ લોકપ્રિય બન્‍યો છે.


ગુજરાત ગુજરતી ફિલ્‍મો અને નાટકો માટે જાણીતું છે. ગુજરાતના સ્‍ટેજનો વિશ્વભરમાં નામના મેળવી રહ્યાં છે. ગુજરાતી કલાકારો દિવસે ને દિવસે નવી ઉંચાઇ પ્રાપ્‍ત કરી રહ્યાં છે.


ગુજરાત રાજ્ય સંગીત અને નાટક એકૅડેમી ગુજરાતી કલાકારોને પ્રોત્‍સાહિત કરીને તેમને આગળ લાવવાનો પ્રયાસ કરી રહી છે.


સંસ્‍કૃત નાટકો પ્રાચીન ભારતમાં ખૂબ જ પ્રખ્‍યાત હતાં. ગુજરાત પણ ફરીથી નવા સમયમાં સંસ્‍કૃત નાટકો ભજવા જઇ રહ્યું છે.http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia