www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીમેળાઓભવનાથ મહાદેવનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો

ગુજરાત ધાર્મિક અને ઉત્‍સવપ્રિય લોકોની ભૂમિ છે. પરંપરાગત ધાર્મિક ઉત્‍સવોમાં સૌથી વધારે ઉત્‍સવો ભગવાન શીવજીના ઊજવવામાં આવે છે જેની ભક્તિ-અર્ચનાથી સંકટોનો નાશ થાય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શીવજી ૧૦૦૮ નામોથી પૂજાય છે. ભગવાન શીવજી ‘‘લિંગ’’ ના પ્રતીક રુપે પૂજન થાય છે જે સમૃદ્ધિનું પ્રતીક છે.


ભવનાથ મહાદેવનો મેળો ભવનાથ મહાદેવના મંદિર પાસે જુનાગઢ શહેરમાં ગીરનાર પર્વતની રમણીય તળેટીમાં ઉજવવામાં આવે છે. જુનાગઢ જ્યાં ૯ દેવતાઓ ૮૪ સિદ્ધ યોગીઓની પવિત્ર ભૂમિ છે.

પાંચ દિવસ સુધી યોજાતો આ મેળો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે મહા મહિનામાં રાતભર ભગવાન શ્રી શીવજીની મહાપૂજા કરવામાં આવે છે. જે મહાશિવરાત્રી સુધી ચાલે છે. (અંગ્રેજી મહિના અનુસાર ફેબ્રુઆરીમાં)


નાગા બાવા (સંતો) ના અખાડાની પૂજા શરૂ થાય છે. જેમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. હાથી પર શોભાયમાન, હાથમાં ધજા-પતાકાં રાખીને, નૃત્‍ય કરતા કરતા આ શોભા યાત્રા શરુ થાય છે. મધ્ય રાત્રીએ મંદિર પહોંચીને કુંડસ્‍નાન કરે છે. કુંભ મેળાથી અલગ ફકત ત્રણ અખાડા (સાધુઓના ત્રણ સમૂહ) કુંડમાં સ્‍નાન કરે છે. એમ માનવામાં આવે છે કે આ દિવસ દરમિયાન ભગવાન શ્રી શીવજી ધરતી પરના પુણ્યાત્મા સાથે મુલાકાત કરે છે. આ ઉત્સવમાં શ્રદ્ધાળુ – ભાવિક ભક્તો સંગીત, નૃત્‍ય અને પ્રાર્થના, ભક્તિગીતો સાથે રાતભર પૂજન-અર્ચન કરે છે.

રાજ્ય પરિવહન નિગમ તથા ખાનગી પ્રવાસ આયોજકો વિશેષ પરિવહન સગવડો દ્વારા સૌરાષ્‍ટ્ર તેમજ રાજ્યના મુખ્ય સ્થળોથી ભવનાથના મંદિર સુધી યાત્રાળુઓને પહોંચાડવાની વ્‍યવસ્‍થા હોય છે. અહીં ભક્તજનો અને યાત્રાળુઓ માટે નિશૂલ્ક ભોજન-પ્રસાદની સુવિધા પણ રાખવામાં આવે છે. મેળામાં ખાણીપીણીની હાટડીઓ, રમકડાં, મૂર્તિઓ, ફૂલો, હસ્તકળાની ચીજવસ્તુઓ ઉપરાંત પવિત્ર મોતી, કિંમતી રત્નો. નંગોના વેચાણ માટે નાની નાની દુકાનો હોય છે. ઉપરાંત છેક અયોધ્‍યા અને મથુરાના વેપારીઓ તેમની કળાકારીગરીના નમૂનાના વેચાણ માટે અહીં આવે છે. ‘‘રૂદ્રાક્ષ’’ ના અલભ્ય નમૂનાઓ જુદા જુદા રૂપે આ મેળામાં જોવા મળે છે. જેની માળા પણ મળે છે. આ મેળામાં પિત્તળ અને તાંબાના કલાત્મક વાસણો પણ ખાસ્‍સું આકર્ષણ જમાવે છે.


ભવનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીનકાળથી ગીરનારની તળેટી પર આવેલું છે તે મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક રુપે જાણીતું છે.ભવનાથ મહાદેવનો મેળોવૌઠાનો મેળો

ચિત્ર-વિચિત્ર મેળો મોઢેરા - નૃત્‍ય મહોત્‍સવ

ડાંગ - દરબાર મેળોકચ્‍છ રણ ઉત્‍સવ

ધ્રાંગ મેળોઅંબાજી પૂનમનો મેળો

તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)


શામળાજીનો મેળો


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia