www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીનૃત્‍ય અને સંગીતગુજરાતમાં નૃત્‍ય

ગુજરાતમાં નૃત્‍ય

ગુજરાત - જ્યાં જીવન એક ઉત્‍સવ છે.
ગુજરાત ઉત્‍સવોની ભૂમિ છે. ગુજરાતમાં ઉજવાતા ઉત્‍સવો અને મેળાઓમાં સંગીત અને નૃત્‍ય તેની ઉજવણીમાં અનેરો ઉમંગ અને આનંદ આપે છે. સંગીત અને નૃત્‍ય અહીંના પર્વની ઉજવણીનું હાર્દ છે. ગુજરાતમાં પ્રચલિત શ્રેષ્‍ઠ કળા, નૃત્‍ય અને તેના પ્રકારો વિશ્વ સ્‍તરે પણ પ્રચલિત બન્‍યા છે.

Dભગવાન શ્રીકૃષ્‍ણના સમયથી વાંસળીથી ગવાતા ગીતો અને રમાતા નૃત્‍યોંનું પ્રચલન આજ સુધી અવિરતપણે ચાલુ છે. તે ઉપરાંત અન્‍ય વાદ્યોસાથે નૃત્‍યના અનેકવિધ ગુજરાતના સૌથી પ્રચલિત નૃત્‍યના પ્રકારો છે. ગુજરાતમાં લોકનૃત્‍ય દાંડીયા રાસ ખૂબ જ પ્રચલિત છે. આ દાંડીયા રાસ ઘણા પ્રકારે ખેલાય છે. જેમ કે સાદા રાસ, ડોઢીયા રાસ, સાદા સાન, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી ત્રણ તાલ, પતંગિયા શૈલી, હુડો અને બે તાળી ઉપરાંત અસંખ્‍ય નૃત્‍ય શૈલીઓ ‘રાસ’ માં જોવા - રમવા મળે છે.

‘નવરાત્રી’ ઉત્‍સવની ઉજવણી વખતે રાજ્યના તમામ ધર્મ-જાતિ અને વયના લોકો ગરબાની ઉજવણીમાં સામેલ થાય છે. આ પર્વની ઉજવણીમાં ગરબા સાથે સંગીતની રમઝટ જમાવી સૌ કોઇ આનંદ લૂટે છે. ‘ગરબા’ ઉત્‍સવમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે અહીં ‘ગરબા’ સંસ્‍કૃતિને માણે છે. તેના ભાતીગળ પોશાકો અને ‘ગરબા-રાસ’ ગાવા-રમવાની શૈલી જોઇ-સાંભળી આનંદ પામે છે.
ભવાઇ-લોકનાટ્ય


નૃત્‍ય


ગરબા અને રાસ


હલિસાકા

‘ગરબા’ પ્રકારના નૃત્‍યશૈલીના અન્‍ય પ્રકારો

પલ્‍લી જગ ગરબોકહાલ્‍યા
મણિયારો રાસ / કણબી રાસહુડો
વિછુંડોટીપ્‍પણી
દાંડીયા નૃત્‍યગોપ રાસ
મેર રાસરાજ્ય સરકારના સાંસ્‍કૃતિક કાર્યક્રમના નેજા હેઠળ રાજ્ય ભરમાં વસંતોત્‍સવ, કચ્‍છ ઉત્‍સવ, મોઢેરરા ઉત્‍સવ વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે. પરંપરાગત નૃત્‍ય અને સંગીતના આ ઉત્‍સવોમાં કલાકારો તેમની કળાનું પ્રદર્શન કરે છે. આ તમામ ઉત્‍સવોનું આયોજન ગુજરાત સરકાર કરે છે. ગુજરાત પાસે હરકોઇને આકર્ષિત કરવાની કળા છે. છતાં પણ ભારતીય નૃત્‍ય કલા જેમ કે ભરત નાટ્યમ્ કથ્‍થક અને ઓડિસીની કળા પણ ગુજરાતમાં પ્રચલિત છે. પશ્ચિમી નૃત્‍ય કળા જેવી કે સાલ્‍સા, ઝાઝ, હીપ હોપ રૉક એન્‍ડ રોલ, વ્‍હૉલ્‍ટ વગેરે પણ ગુજરાતના મુખ્‍ય શહેરોમાં પ્રચલિત છે.


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia