www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીસાહિત્ય

સાહિત્‍ય

સાહિત્‍ય માનવીય અનુભવોનો નિચોડ છે. તે સમાજનું દર્પણ અને સાંસ્‍કૃતિક મૂલ્‍યોનો દસ્તાવેજ છે. ગુજરાતનું સાહિત્‍ય સ્‍વતંત્રતા, પરંપરા, સંસ્‍કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓનું પ્રતીક છે. વિતેલાં યુગોમાં બનેલી ઘટના કે માન્‍યતાઓની અસર સાહિત્‍યમાં જોવા મળે છે.
૧૧મી સદીના સાહિત્‍યમાં હિન્‍દુ અને જૈન ધર્મની અસર જોવા મળે છે. તે પહેલાં સંસ્‍કૃત કે પ્રાકૃત ભાષામાં સાહિત્‍ય લખાતું હતું. હેમચંદ્રાચાર્યનું વ્‍યાકરણ, ‘‘સિદ્ધ હેમ શબ્‍દાનુશાસન’’ આવ્‍યા બાદ ગુજરાતી સાહિત્‍યનો નવો યુગ શરૂ થયો.
ભાષા દ્વારા ઇતિહાસનું વર્ગીકરણ ત્રણ ભાગમાં :
૧૦ અને ૧૧ મી સદીથી ૧૪મી સદી ‘‘અપબ્રહ્મ’ કે જૂનો ગુજરાતી સમય
૧૫મી થી ૧૭મી સદી મધ્‍ય ગુજરાતી સમય
૧૭મી સદીથી આધુનિક ગુજરાતી સમય

ગુજરાતમાં ભક્તિ આંદોલન જે ભારતમાં ૧૨મી અને ૧૭મી સદી દરમિયાન થયેલું. તેની શરૂઆત નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૮૧) દ્વારા થઇ હતી. ત્યારબાદ નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્‍યના પિતામહ તરીકે ઓળખાયા. તેમના જીવન દરમિયાન તેમની સામે સામાજીક વિરોધ હોવા છતાં તેમણે પોતાનું સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષામાં ભક્તિ આંદોલન ચાલુ રાખ્‍યું.

૧૨મી સદીમાં આચાર્ય પ્રથા શરુ થતા ધાર્મિક આંદોલનમાં રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્યના વિચારોનો પ્રભાવ જોવા મળે છે. ઇ. સ. ૧૩૪૨-૧૮૦૦ના સમયગાળામાં સાહિત્‍યમાં જૈન પ્રભાવ જોવા મળે છે. આ સમય દરમિયાન મીરાંબાઇએ પણ ભગવાન શ્રીકૃષ્‍ણની કિર્તન-ભક્તિમાં અસંખ્ય ભક્તિ-પદો અને ભજનો રચ્‍યા. ઉપરાંત તત્કાલિન સમયમાં ઘણા સંત-કવિ-ભક્તોએ ભગવાની કિર્તન-આરાધનામાં સંગીત અને સાહિત્‍યની બેજોડ રચનાઓ કરી સમાજને ઉત્કૃષ્ઠ સાહિત્‍ય પ્રદાન કર્યું.

ઇ. સ. ૧૨૯૮-૧૪૨૦ના સમયગાળામાં જ્યારે મોગલ સલ્તનતના શાસન દરમિયાન સોમનાથ, જુનાગઢ, ઇડર અને અમદાવાદ જેવા ક્ષેત્રેમાં ભાષા-સાહિત્યમાં ધાર્મિક સંસ્‍કૃતિ અને પ્રકૃતિની અસર જોવા મળી હતી.

‘‘આખ્‍યાન’’ જે સાહિત્યનો રસમધુર પ્રકાર છે તે પ્રેમાનંદ દ્વારા (ઇ. સ. ૧૬૩૬-૧૭૩૪) પ્રચલિત કરવામાં આવ્‍યું હતું. તેઓ તાંબાના ઘડાને વાદ્ય તરીકે ઉપયોગ કરીને કાવ્‍યરૂપે વાર્તા ગાતા અને સંભળાવતા હતાં.

ઇ. સ. ૧૨મી સદીમાં આચાર્ય પ્રથા, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્યના વિચારોનો પ્રભાવ જોવા મળી.

ઇ. સ ૧૯મી સદી કવિ નર્મદે (ઇ. સ. ૧૮૩૩-૮૬) સામાજીક બદલાવની કવિતા અને પદો રચ્‍યા હતાં. તેઓ એક રાષ્‍ટ્ર, એક ભાષા અને સ્‍વતંત્રતા વિષે લખતા હતાં. તેઓ ધાર્મિક અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી હતાં. પાછળથી તેમણે ‘‘દાંડીયો’’ નામે સામાયિક પ્રકાશિત કરતાં, જેનું કામ લોકોને બ્રિટિશ હકૂમત સામે જાગ્રત કરવાનું હતું. સ્વતંત્રતા સામે સમાજને પ્રતિબદ્ધ કરવાનો તેમનો અભિગમ હતો તે પોતાના વિચારો પોતાની રચના દ્વારા દાંડીયાંમાં પ્રકાશિત કરતા હતાં.

સને ૧૮૮૬-૧૯૦૭માં ગોવર્ધનરામ ત્રિપાઠી જેઓએ નરસિંહ મહેતા અને મીરાંબાઇની પરંપરા આગળ વધારી. પાછળથી તેમણે સામાજીક બદલાવ અને સામાજીક અસમજતા વિષે ‘‘સરસ્‍વતીચંદ્ર’’ નામની મહા નવલકથા લખી. જે ગુજરાતી ભાષાનું ઉચ્‍ચ શ્રેણીનું પ્રભાવી સાહિત્ય ગણી શકાય છે.

કવિ ગિરધરે ઇ.સ. ૧૮૧૫માં રામાયણ લખી. તુલસી વિવાહ, ભગવાન કૃષ્‍ણના તુલસી જોડેના લગ્‍નના ગીતો બન્‍યા. રણછોડ ભક્ત (૧૮૦૫), રણછોડજી દીવાન, હરિ ભટ્ટ જેવા સાહિત્યકારો અને રચનાકારો સને ૧૮૦૦-૧૯૦૦ સમયગાળા દરમિયાન થઇ ગયા.

કનૈયાલાલ મુનશીએ સોલંકી સામ્રાજ્યના ઇતિહાસની વાત કરી (૧૮૮૭-૧૯૭૧), ઝવરેચંદ મેઘાણીએ સૌરાષ્‍ટ્રના સમૃદ્ધ વારસા અને પરંપરાની વાત કરી (૧૮૯૭-૧૯૪૭). પન્‍નાલાલ પટેલ ગુજરાતના શાસકોની વાત કરી. સુંદરમે ગરીબોની વાત કરી, ઊમાશંકર જોષી (૧૯૧૧-૧૯૮૮) વૈવિધ્‍ય સભર રચના દ્વારા ગુજરાતી સાહિત્‍યમાં પોતાની આગવી અસર છોડી.

પહેલા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં (૧૯૧૫-૪૫) ગાંધીયુગ અસર ગુજરાતી સાહિત્‍યમાં જોવા મળે છે. તેના દ્વારા દેશભક્તિ, માનવતા, સ્‍વતંત્રતા, સ્‍વચ્‍છતાની વાતનો સમાવેશ થાય છે.

ગાંધી યુગમાં કનૈયાલાલ મુનશી, મેઘાણી, રસિકલાલ પરીખ, કાકા કાલેલકર, નગીનદાસ પરીખ મનુભાઇ પંચોલી (દર્શક) મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવલ, ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્‍મિ) વગેરે જેવા સાહિત્‍યકારોએ પોતાની ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી શૈલી બનાવી હતી. જયંતી દલાલ, ચુનિલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર જેવા શિષ્ટ સાહિત્‍ય વિવેચકોએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું. ગાંધીયુગ દરમિયાન નિરંજન ભગત જેવા કવિ પણ થઇ ગયા. યશવંત શુકલ, ધીરૂભાઇ ઠક્કર, રમણલાલ જોષી, ચંદ્રકાંત શેઠ, સુરેશ દલાલ પણ ગુજરાતી સાહિત્‍યની સમૃદ્ધિમાં વધારો કર્યો.

ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાતની સાહિત્‍ય પ્રવૃત્તિનું કેન્‍દ્ર બન્‍યું. ગુજરાતી સાહિત્‍યમાં નવલિકા, નવલકથા, લઘુકથા, ડાયરી, પત્રો, નિબંધ, વિવેચન, આત્‍મકથા, પ્રવાસ નિબંધોનો સમાવેશ થાય છે.

બ્રિટિશ સરકાર આપણે ત્યાં તત્કાલિન નવી ટૅકનોલોજીના છાપખાના તથા મુદ્રણવિદ્યા છોડતા ગયા. શિક્ષણની ભાષામાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ મજબૂત બન્યો. આ સમયગાળામાં અંગ્રેજી સામાયિક, દૈનિક સમાચારપત્રોનો સમાવેશ થયો. જે સમાજને માહિતી પૂરી પાડે છે. નવા સાહિત્‍યમાં નવા સમયના વિચારો, સામાજીક કલ્‍યાણ, વિવેચન, રમત, રાજનીતિ, આધ્‍યાત્‍મિકતા, વ્યવસાયિક ચલનો, ધારણાઓ અને હકીકતો જોવા મળી.

આજે અંગ્રેજીનો પ્રભાવ વધતો હોવાને લીધે ગુજરાતી સાહિત્‍યની સીમા બંધાઇ ગઇ છે. ગુજરાતી સાહિત્‍યમાં અંગ્રેજી સાહિત્‍યનું રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ધાત યોલ ડોઇલ્‍ટોની નવું પુસ્‍તક તે સ્‍થાનિક ભાષામાં ભાષાંતરિત કરવામાં આવે છે. બાળ સાહિત્‍ય, કળા સાહિત્‍ય, સ્‍ત્રી સાહિત્‍ય વગેરેનું રૂપાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતી સાહિત્‍ય અકબંધ છે.

નવા સમયમાં લેખકો, વિચારકો મળે છે, ચર્ચા કરે છે, નવા પુસ્‍તકો પ્રકાશિત કરે છે અને - જ્ઞાન એ જ શક્તિ છે - ના સિદ્ધાંતને પ્રોત્‍સાહિત કરે છે.

પુસ્‍તક નિર્માણ હવે ઉદ્યોગ બની ચૂક્યું છે. ઇન્‍ટરનેટ દ્વારા પણ પુસ્‍તકોનું વિવેચન કરવામાં આવે છે. ગૂગલ ઓપન બુક, ઇ-બુક દ્વારા ગુજરાતી સાહિત્‍ય, સમૃદ્ધ બની રહ્યું છે. લેખકો પોતાની POD (પ્રિન્‍ટ ઓન ડીમાન્‍ડ સર્વિસ) બનાવી રહ્યાં છે. જેને લીધે ગુજરાતી સાહિત્‍યને વિશ્વભરમાં ફેલાઇ રહ્યું છે.

વાચન એ મગજની કસરત છે શરીરની નહીં.
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia