www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોપાલિતાણાના મંદીરો

પાલિતાણા

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્‍છાદિત વિસ્‍તારમાં જૈન ધર્મની આસ્‍થાનું સ્‍થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ૯૦૦ જેટલા ભવ્‍ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્‍થાપત્‍ય અને શિલ્‍પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળા વૈભવ અને આસ્‍થાના સ્‍થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું - યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્‍થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું..

જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથ ને મોક્ષ-ગતિ અહીં પ્રાપ્‍ત થઇ હતી. આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ ‘પાલિતાણા’ સૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલિતાણાને ‘સિદ્ધક્ષેત્ર’ તરીકે પછી ઓળખવામાં આવે છે. સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર’ તરીકે પણ પ્રખ્‍યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામેલું છે. જેમને ‘આદિનાથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી.

‘પાલિતાણા’ કેવી રીતે પહોંચશો.
નજીકનું હવાઇ મથક ભાવનગર
(૩૬ કિ.મી. ના અંતરે)


નજીકનું રેલવે સ્‍ટેશન પાલિતાણા
(૫ કિ.મી. ના અંતરે)


ભાવનગરથી (૩૬ કિ.મી) અને અમદાવાદથી (૨૦૩ કિ.મી.)


પાલિતાણાના ભવ્‍ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્‍યું જે મુર્શિદાબાદના રહેવાસી હતા. ઇ.સ. ૧૩ મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શ્રુંખલાનું નિર્માણ શરૂં થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠ વસ્‍તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું. ૧૮૦૦ ફૂટ ઊંચા પર્વતીય સ્‍થન પર પહોંચવા ૩૭૯૫ પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થકારોના પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. યાત્રાળું માટે રસ્‍તામાં પાણીની પરબની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. રસ્‍તામાં ખાણી-પીણીની ચીજવસ્‍તુઓ પ્રતિબંધિત છે. સમગ્ર સંકુલમાં આવેલાં સ્‍થાપત્‍યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે. જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્‍થાનક નિર્માણ પામ્‍યું.

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. મુખ્‍ય દેરાસર કે જેમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત ૧૦૧૮ માં આ દેરાસરનું ૧૩ મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.

‘પાલિતાણા’ નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેમાં પુનઃનિર્માણ થયું ગયું. તેના પરિણામે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે તત્‍કાલિન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું.

હાલનું દેરાસરનું ઇ.સ. ૧૬૧૮ માં નિર્માણ કરવામાં આવ્‍યું. દાદાની ટૂંક સ્‍થિત આ દેરાસર સુધી પહોંચવાના નવ રસ્‍તાઓ આવેલાં છે.

પાલિતાણાના પર્વતીય સ્‍થાનકોમાં પ્રખ્‍યાત દેરાસરો નિર્માણ પામેલાં છે. જેમાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશા સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્‍ય છે. આ પર્વતીય માળાના ભવ્‍યતમ સ્‍થાનકોમાં હિન્‍દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે. પર્વતની તળેટીમાં મા સરસ્‍વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્‍યા છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્‍યા છે. અહીં પુત્રકામનાની ઇચ્‍છાથી સ્‍ત્રીઓ પોતાની આસ્‍થાના દર્શન કરાવે છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia