www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોપાવાગઢ મંદીર

પાવાગઢ

ચાંપાનેર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્‍વ ધરાવતું પુરાતત્‍વીય સ્‍થાનક પાવાગઢએ ગિરીમથક છે. ચાંપાનેરથી ત્રીસ્‍તરીય વિસ્‍તારમાં ફેલાયેલો ઉચ્‍ચ પર્વતીય વિસ્‍તારમાં ૧૪૭૧ ફૂટની ઊંચાઇ ધરાવતો વિસ્તાર એ પાવાગઢ તરીકે પ્રખ્યાત છે.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર એવું ‘શક્તિપીઠ’ પાવાગઢના શિખર પર આવેલું છે. આ શક્તિપીઠમાં મા‘કાલિકા’ બિરાજમાન છે. જે શિવના અર્ધાંગિની મા પાર્વતીનું સ્‍વરૂપ છે. જે દુર્ગા, શક્તિ અને સતીના સ્‍વરૂપે પ્રગટ્યા છે. પૌરાણિક દંત કથા મુજબ પાવાગઢ એ શક્તિનું પ્રતિક છે. મા સતી આ પૃથ્‍વીલોક પર ભગવાન શીવના શ્રાપથી અવતાર લેવો પડ્યો. વર્ષ દરમિયાન ચાંપાનેર - પાવાગઢ ખાતે ધાર્મિક શ્રદ્ધાળુઓ, ભક્તજનો અને પ્રવાસીઓ અંદાજે ૨.૫ લાખથી પણ વધુ સંખ્‍યામાં આવે છે.

પાવાગઢ - ચાંપાનેરને વિશ્વ-વારસાના સ્‍થાનક તરીકે જાહેર કરી તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. રાજ્ય સરકાર પ્રવાસન કાર્યક્રમમાં ચાંપાનેર - પાવાગઢની સાથે સાથે નિમેટા બાગ, જે આજવા તળાવ નજીક છે. અને વન્‍ય પશુઓના આશ્રય સ્‍થાન એવા જાંબુઘોડા અને ડભોઇ સ્‍થળો પ્રવાસન કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવેલ છે.

પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચી સ્‍થળો યુનેસ્‍કો દ્વારા વિશ્વ વારસના સ્‍થળો તરીકે જાહેર કરાયેલા છે. આ સ્‍થળો તેના ઐતિહાસિક ગૌરવપૂર્ણ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેમજ અંદાજીત ૧૨૦૦ વર્ષ જૂનો ઇતિહાસ સંસ્‍કૃતિને ઉજાગર કરે છે. આ સ્‍થાપ્ત્‍યો ભારતીય શાસકોના ગૌરવપૂર્ણ વારસાના પ્રમાણભૂત નમૂનાઓ છે. જેમાં પૌરાણિક સમય, રાજપૂત યુગ, મરાઠા સામ્રાજ્યનો શૌર્ય ઇતિહાસ અને ઇસ્‍લામિક પ્રભાવની સાથે સાથે તેવો છેલ્‍લે બ્રિટિશ શાસનની ઓળખને સાચવી રાખી છે.


પાવાગઢ પહોંચવાનો માર્ગ
નજીકનું હવાઇ મથક વડોદરા


નજીકનું રેલવે સ્‍ટેશન વડોદરા


ચાંપાનેર વડોદરાથી ૪૫ કિ.મી. ના અંતરે ચાંપાનેર જવા ખાનગી બસ ઓપરેટરો વાહનો ભાડેથી આવે છે. જે શ્રેષ્‍ઠ વિકલ્‍પ છે. જ્યાંથી અન્‍ય પ્રવાસન સ્‍થળો જેવા કે જાંબુઘોડા જઇ શકો.

૧૫મી સદીમાં મુસ્‍લિમ સામ્રાજ્યની અસર હેઠળ મુસ્‍લિમ શાસક મહંમદ બેગડાએ ચાંપાનેરના રાજવી પતઇ રાજાને હરાવી આ પ્રદેશ પર કબજો જમાવી દીધો હતો. તેઓ પોતાની શાસન-રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેર લઇ ગયો હતો.

પંચમહાલ જિલ્‍લાનું પ્રવેશદ્વાર એવું આ મથક વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આ સમગ્ર વિસ્‍તારમાં આદિવાસી ભીલ જાતિના લોકોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. રાજ્ય સરકારે આ સમગ્ર વિસ્‍તારના વિકાસ માટે નવા ઉધોગોની સ્‍થાપના કરવા તેમના માટે અસંખ્‍ય લાભો અને સબસિડીની જાહેરાતો કરી છે.

પાવાગઢ એ વિશ્વ વિખ્‍યાત સંગીતકાર બૈજુ બાવરાની જન્‍મભૂમિ પણ છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia