www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાયઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ

ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ

ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ એટલે કે ઇન્‍ડસ્‍ટ્રિઝ માટે જરુરી સુવિધાઓ ધરાવતી ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટ:
વિકસિત પ્‍લોટ, જમીન
પાણી પુરવઠો
ગટર વ્‍યવસ્‍થા
આંતરિક રસ્‍તાઓ
વિજળી
સંદેશા-વ્‍યવહાર
કચરાના નિકાલ માટેનું વ્‍યવસ્‍થાપન
અને અન્‍ય જરુરી સુવિધાઓ
ગુજરાતમાં ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ સ્‍કિમઃ ૨૦૦૨ - અસ્‍તિત્ત્‍વમાં આવી. આ સ્‍કિમ ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ સ્‍કિમ ૨૦૦૨ તરીકે ઓળખાય છે.

આ યોજના દ્વારા ગુજરાત ઔદ્યોગિક, વ્‍યવસાયીક અને સર્વિસના ક્ષેત્રમાં રોકાણની નવી તકો ઊભી કરે છે. માળખાગત સુવિધાઓ અને સેલ્‍સ-ટેક્‍સ નાબુદીથી રાજ્યમાં રોકાણની તકો વધી છે. રાજ્‍ય સરકારે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ અને સમાજ કલ્‍યાણ માટે મોટાપાયે બહુવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેના દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગપતિઓ અને વ્‍યવસાયિકોને બહુવિધ લાભો દ્વારા ઉદ્યોગ સ્‍થાપવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.
ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસના પ્રકારો:
ઇન્‍ડસ્‍ટ્રિયલ પ્રોજેક્‍ટ્‍સ
તૈયાર કપડાં અને ભરતગુંથણ
ડાયમંડ કટિંગ અને પોલિશિંગ
હિરા-જવેરાત
હાથશાળ અને હાથવણાટ
ચામડા આધારિત ઉત્‍પાદનો
ખનીજ ઉદ્યોગ
બ્રાસ, એન્‍જીનિયરિંગ જેવા બીજા ઉદ્યોગો
હાઇ-ટેક પાર્ક
બાયો-ટેકનોલોજી પાર્ક
ફાર્માસ્યુટિકલ પાર્ક
આઇ.ટી.પાર્ક
ક્‍લિનિકલ ટેસ્‍ટિંગ
ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કેન્‍દ્રિત પાર્કસ
રોજગાર કેન્‍દ્રિત સ્‍કિમમાં ન આવતા હોય કે હાઇ-ટેક પાર્ક ન હોય તેવા સંપુર્ણપણે ફિક્‍સ મુડી રોકાણ ધરાવતા રુપિયા ૫૦૦ કરોડ કે તેથી વધુ કિંમતના પાર્કને ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્ક કહેવામાં આવે છે.
નિકાસ આધારિત પાર્કસ
જેમાં કુલ ઉત્‍પાદનના ૫૦ ટકાની નિકાસ થતી હોય તેવા એકમને એક્‍સપોર્ટ આધારિત પાર્કની શ્રેણીમાં સમાવવામાં આવ્‍યા છે. જેમાં આગામી ૧૦ વર્ષમાં નિકાસ બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારવામાં આવ્‍યુ છે.

ઇકો ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ
ઇકો ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસમાં રાજ્‍ય સરકારનો ઉદ્દેશ ઝીરો વેસ્‍ટનો (નૂન્યતમ બગાડ) છે. આવા પાર્કસની રચનાથી રાજ્‍યની પ્રાકૃતિક સંપદા જળવાઈ રહે છે. પર્યાવરણને નુકશાન પહોંચતુ નથી. ઇકો ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસમાં ઉદ્યોગો એક બીજા સાથે મળીને તેમજ સ્‍થાનિક માનવ સમુદાય સાથે મળીને, ઉપલબ્‍ધ સ્‍ત્રોતો (માહિતી, ચીજ-વસ્તુઓ, પાણી, ઉર્જા, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને પ્રાકૃતિક સંપદાઓ)નો ઉપયોગ કરીને કચરા અને પ્રદુષણનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્‍નો કરે છે.
ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ સ્‍કિમમાં સમાવિષ્ટ બાબતો:
ઉદ્યોગપતિઓ અને સહકારી મંડળીઓ સાથે જોડાયેલી ખાનગી પેઢીઓ (સોસાયટી એક્‍ટ હેઠળ રજીસ્‍ટર્ડ થયેલી)
મંડળ કે ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રિઝ
પાર્ટનરશિપ ફર્મ
નોંધણી થયેલું ટ્રસ્‍ટ અથવા કંપની (કંપનીઝ એક્‍ટ, ૧૯૫૬ હેઠળ રજીસ્‍ટર્ડ થયેલી)

ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસ કે એસ્‍ટેટ માટે તેમાં નિર્દિષ્ટ લઘુતમ માળખાકીય સુવિધાઓ હોવી જરુરી છે. ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રિયલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (જી.આઇ.ડી.સી.)એ ગુજરાતમાં ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટ્‍સને આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરથી સુસજ્જ કરવા બહુવિધ પગલાંઓ ભર્યા છે. હાલ અસ્‍તિત્ત્‍વ ધરાવતી ઔદ્યોગિક એસ્‍ટેટ્‍સને વિવિધ શ્રેણીમાં વિભાજીત કરવી અને કોસ્‍ટ રિકવર મિકેનિઝ્‌મ લાગુ પાડીને માળખાકિય સુધારાઓ કરવા જેવા પગલાંઓ ભર્યા છે.

ઔધોગિક નીતિ મુજબ રાજ્‍ય સરકાર મધ્‍યમ અને મોટા કદના ઔધોગિક પ્રોજેક્‍ટ્‍સને વિસ્તરણ માટે માળખાકીય સવલતો માટે કુલ મૂડી રોકાણ તેમજ તેમાં ખર્ચતા નાણાંમાં સબસિડી આપી રહી છે.
ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટ /ઉદ્યોગ સમુહ /ઔદ્યોગિક વિસ્‍તારો માટે જરુરી માળખાકીય સુવિધાઓ :
ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટ વિસ્‍તાર સાથે એરપોર્ટ, બંદર કે હાઇવે સાથેનું જોડાણ.
રોડ તેમજ રેલ્‍વે ઉપર ઓવર બ્રિજ.
વર્તમાન રસ્‍તાનું નવીનીકરણ અને વિસ્‍તરણ.
બાયપાસ રસ્‍તાઓનું નિર્માણ
સંદેશાવ્‍યવહારની સગવડતાઓ ઊભી કરવી.
પાણી પુરવઠા વિતરણ પ્રણાલી અને તેને સંલગ્ન સુવિધાઓ.
ગેસ, વિજળી, ઊર્જા વિતરણ પ્રણાલી અને તેને સંલગ્ન સુવિધાઓ.
ઔદ્યોગિક ઉત્પાદનોના સંગ્રહ માટે અને તેને સંલગ્ન સુવિધાઓ ઊભી કરવી.
સેવા-સુવિધા કેન્‍દ્ર.
પ્રોડક્‍ટ ડેવલપમેન્‍ટ સેન્ટર.
પરિક્ષણ કેન્‍દ્ર.
રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ સેન્ટર.
ઉદ્યોગની અન્‍ય જરુરીયાત આધારિત માળખાકિય સુવિધાઓ.


આ ઉપરાંત નેટવર્ક સુવિધાઓ, ટ્રોમા સેન્‍ટર, રિસોર્સ સેન્‍ટર, બિઝનેસ સપોર્ટ સર્વિસિઝ અને હોસ્‍પિટલો, શાળાઓ જેવી અન્‍ય સામાજીક માળખાની જરુરીયાતો જે પ્રોજેક્‍ટની ભલામણ મંજુર કરવા માટે નિયમ મુજબ જરુરી છે.


PPP મોડેલ - પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશિપે નવા ઇન્‍ડસ્‍ટ્રિયલ ડેવલપમેન્‍ટમાં ચાવીરુપ ભુમિકા ભજવી છે. પીપીપી- અંતર્ગત યોજનાઓમાં ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત, આર્થિક રોકાણ, નિભાવ અને સંચાલિત એકમો હોય છે અને એ સરકાર કે સરકારી એજન્‍સી દ્વારા ગુજરાત ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ એક્‍ટ- ૧૯૯૯ હેઠળ ચયન થયેલી હોય છે.

ગુજરાત રાજ્‍ય ભારતનું અગ્રણી ઔધોગિક રાજ્‍ય ગણાય છે. નાના અને મધ્‍યમ કદના એકમો સાથેનું ગુજરાત ઔદ્યોદિક ઉત્‍પાદન ક્ષેત્ર સતત વૃદ્ધિ કરી રહ્યું છે. જેનું લક્ષ્ય સતત ઉત્કૃષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવાનું રહ્યું છે.
પ્રાઇવેટ ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કસના ક્ષેત્રોની યાદી :
રસાયણ અને પેટ્રોકેમિકલ્‍સફાર્મા અને બાયોટેકનોલોજી
કાપડહિરા અને જવેરાત
ઇજનેરી અને ઓટોખાણ અને ખનીજ
આઇટી અને ઇલેક્‍ટ્રોનિક્‍સ

મુખ્‍ય ચાલકો
ગુજરાત રાજ્યના કુલ વાર્ષિક રોકાણોમાં રાજ્યનો રસાયણ ઉદ્યોગ અંદાજીત અડધા જેટલું રોકાણ ધરાવે છે અને દેશના કુલ રસાયણ ઉત્‍પાદનમાં ગુજરાત રાજ્ય ૨૦ ટકાનો હિસ્‍સો ધરાવે છે.
ગુજરાતનો હિરા અને જવેરાત ઉદ્યોગ દેશની કુલ હિરા નિકાસમાં ૮૦ ટકાનો હિસ્‍સો ધરાવે છે.
ગુજરાત ૧.૮૮ અબજ હેક્‍ટર્સના જંગલ-વિસ્તાર ધરાવે છે. તેની સાથે જૈવિક-સંપદામાં ગુજરાત ઘણુ સમૃદ્ધ છે.
ગુજરાત ખનીજક્ષેત્રે ચુનો, કોલસો અને બોક્‍સાઇટ જેવી પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ છે. અને આ પ્રાકૃતિક સંપદાનો વિપુલ જથ્થો રાજ્યની ભૂમિમાં સંગ્રહયેલો છે.
રાજયની પિયત જમીનમાં અંદાજીત ૧૦૯ લાખ હેક્‍ટર્સમાં બાગાયતી પાકો લેવામાં આવે છે.
ભારતના ફાર્માસ્‍યુટિકલ ઉત્‍પાદનોમાં એકલા ગુજરાત રાજ્યનો હિસ્‍સો કુલ ૪૦ ટકાનો છે.
રાજ્‍યના સહકારી સંઘોનું ગુજરાતની ગ્રામ્‍ય ઉન્‍નતિમાં મોટું યોગદાન છે.
ગુજરાતે ઇન્‍ડસ્‍ટ્રિયલ પાર્કને એસઇઝેડમાં તબદિલ કરવા સિંગલ વિંડોની સુવિધા જીલ્લા સ્‍તરે ઊભી કરી છે જેમાં કેન્‍દ્રીય કરવેરા અધિનિયમો લાગુ પડતા નથી.
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia