www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાયગુજરાત : રોકાણ માટે

ગુજરાત : રોકાણ માટે


શા માટે વિદેશી પ્રવાસી ગુજરાતીઓ માટે ગુજરાત રોકાણ માટેનું સ્‍વર્ગ છે.
ઝડપી વિકસિત બનતું અર્થતંત્ર
આર્થિક યોજનાઓ
ભૌતિક, સામાજીક અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ
કૌશલ્ય સભર માનવ-શક્તિ
કુદરતી સંપત્તિ
ઉચ્‍ચ ગુણવત્તાવાળું જીવન વાજબી કિંમત

ગુજરાતની વિકાસ યાત્રા

ગુજરાતે દેશભર માટે આર્થિક વિકાસનું મૉડેલ રજૂ કર્યું છે. વૈશ્વિક મંદીમાં ગુજરાતે વૈશ્વિક હરિફાઇયુક્ત બજારમાં ભારતને ઓળખાણ અપાવી છે. દેશમાં ગુજરાત રોકાણ માટેનું સ્‍વર્ગ તરીકે આગળ આવી રહ્યું છે. ગુજરાતનું સમૃદ્ધ જનજીવન ધોરણનું પ્રતિબિંબ તેના રોજિંદી જન-આબાદીના વ્યહવારો અને વેપાર-ઉદ્યોગના કામકાજોમાં પ્રતિબિંબિત થાય છે.

વાઇબ્રન્‍ટ ગુજરાતમાં વેપાર શા માટે :
અહીં વેપાર એક જીવન-પ્રણાલી છે.
વ્યાપારીક સજ્જતા પ્રજાની રગે રગમાં વહે છે.
સેઝ નિર્માણ, આર્થિક-વિકાસ માટે સવલતો અને નિકાસલક્ષી વહીવટી અભિગમ ઉધોગનો વિકાસ કરે છે.
એસ.એમ.ઇ. નિર્માણ ઉધોગના વિકાસ માટે અગત્‍યનો ભાગ ભજવે છે.
પીપીપી - પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપે સફળતાના નવા શિખરો સર કર્યા.
પ્રબળ રાજકીય ઇચ્‍છા શક્તિ, સશક્ત વહીવટી તંત્ર
રોકાણને પ્રોત્‍સાહિત કરતી સરકારની નીતિઓ
ગુજરાત સબળ કૌશલ્‍યો અને આગવી પ્રતિભા ધરાવે છે.

વૈશ્વિક મંદી હોવા છતાં ગુજરાત રાજ્ય ફક્ત દેશનો એવો વિસ્‍તાર છે જ્યાં રોકાણકારો એ રોકાણની ઇચ્‍છા દર્શાવી.
ગુજરાત દેશના ઉધોગોનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત દેશના કુલ કરવેરાનો ૨૭ %મો ભાગ ધરાવે છે. વાઇબ્રન્‍ટ ગુજરાત સમિત દ્વારા સૌથી ઝડપી ઉધોગોનું અમલીકરણ રાજ્યમાં શક્ય બન્‍યું છે.

ગુજરાતની ઉધોગ નીતિઃ ૨૦૦૯ ને લીધે ગુજરાતના ઝડપી, નિશ્ચિત આર્થિક વિકાસમાં ઝડપ આવી છે. ગુજરાતે ઉધોગના વિકાસ માટે શ્રેષ્‍ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. Irs અને SIRs ના વધારા સામે નિર્માણ, નિકાસ અને વિકાસલક્ષી ઉધોગોમાં તેજી જોવા મળી છે. ઔદ્યોગિક વિસ્‍તારો અને સેઝ જેવી નવી પહેલ દ્વારા ગુજરાતના ઉધોગોએ સફળતાના નવા શિખરો સર કર્યા છે અને તેનો વ્યાપ વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે. ઉધોગના વિકાસને લીધે ગુજરાતના લોકોની સમૃદ્ધિમાં વધારો થયો છે.

રસાયણ, પેટ્રોકેમિકલ્‍સ અને ફાર્માસ્‍યુટિકલ
ગુજરાત દેશનું ‘‘પેટ્રોકેપિટલ રાજ્ય’’ છે. તે પેટ્રોકેમિકલ્‍સ ઉત્‍પાદનમાં ૩૦ %, રસાયણ ઉત્‍પાદનામાં ૫૦ % અને ફાર્માસ્‍યુટિકલ ઉધોગમાં ટોચનું સ્‍થાન ધરાવે છે. વળી તે દરિયાઇ વિકાસમાં મત્‍સ્‍ય અને બંદરને લગતા ઉધોગોમાં પણ અગ્રિમ છે. ગુજરાત દેશ ૯૦ % સોડાએસ, ૭૦ % મીઠું અને ૨૦ % કોસ્‍ટીક સોડાનું ઉત્‍પાદન કરે છે. દહેજ ખાતે પેટ્રોલિયમ અને રસાયણ ઉધોગ માટેનું વિશિષ્‍ટ રોકાણનું ક્ષેત્ર બનાવવામાં આવ્‍યું છે જે ઉધોગોને મજબૂતી પ્રદાન કરશે.

"૨૦૦૯ વાઇબ્રન્‍ટ ગુજરાત" ઇન્‍વેસ્‍ટર સમિત એ "રોકાણકારો માટે ગુજરાત સ્‍વર્ગ સમાન" બનાવ્‍યું છે.

વિવિધ ક્ષેત્રોમાં રોકાણ યોજનાઓ
બાયોટૅક અને ફાર્મા
રસાયણ અને પેટ્રોકેમિકલ્‍સ
વિકાસ અને પર્યાવરણ
એન્‍જિનિયરીંગ અને ઓટો
અન્ન અને કૃષિ ઉધોગ
ગૅસ, ઓઇલ અને ઊર્જા
ઘરેણાં અને શૃંગાર
ઇર્ન્‍ફમેશન અને ટૅકનોલોજી

વિવિધ ક્ષૈત્રોની વિકાસલક્ષી યોજના:
માળખાકીય કૃષિ અને મત્‍સ્‍ય,
રસાયણ,
ફાર્માસ્‍યુટિકલ્‍સ,
એગ્રો પ્રોસેસિંગ,
ઘરેણાં અને શૃંગાર,
વસ્ત્ર ઉધોગ,
એન્‍જિનિયરીંગ અને ઓટો,
સિરામિક,
ખાણ અને બાંધકામ ,
ઇર્ન્‍ફમેશન અને કોમ્‍યુનિકેશન
ટૅકનોલોજી,
જ્ઞાન,
પ્રવાસન,
વેચાણ અને પરંપરાગત સેવાઓ


ગુજરાત ફાર્માસ્‍યુટિકલ ઉધોગનું કેન્દ્ર છે અને તેણે ૩૨૪૫ નિર્માણ લાઇસ.ન્‍સ આપેલ છે તે ભારતના કુલ ફાર્માસ્‍યુટિકલ ઉત્પાદનોમાં ૪૨ % ઉત્‍પાદનનો હિસ્‍સો ધરાવે છે. અને ૨૨ % ભારતના નિકાસનો હિસ્‍સો ધરાવે છે.

અન્ન અને કૃષિને લગતા ઉધોગો
ગુજરાતનો કૃષિ વિકાસ દર ૯.૬ % જેટલો ઉંચો છે જે વર્ષ ૨૦૦-૨૦૦૮ દરમિયાન મેળવવામાં આવ્‍યો છે. ગુજરાત સરકારની આર્થિક સહાયને લીધે કૃષિ -ક્ષેત્રને લગતા ઉધોગોને પ્રોત્‍સાહન મળ્યું છે. જેમાં જરૂરી માળખાગત સુવિધા, સંશોધન, બજાર-વ્યવસ્થામાં પ્રોત્સાહક સવલતો ઊભી થતાં જેના કારણે કૃષિ વિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. ગુજરાતની કુદરતી સંપત્તિ, કૌશલ્‍ય ધરાવતો જનસમૂહ, મહેનતકશ-ખેડૂતો, યોગ્‍ય માળખાગત સુવિધાને લીધે કૃષિને લગતા ઉધોગોના વિકાસની અહીં ઉજળી તકોની સંભાવના વધતી જાય છે. ગુજરાત કૃષિ વિકાસનું કેન્દ્ર બન્‍યું છે. ગુજરાત રાજ્યની યોજના ખાનગી ક્ષેત્રો, કૉ-ઓપરેટ સંગઠનો, એ.પી.એમ.સી. (એગ્રીકલ્‍ચર પ્રોડકટ, માર્કેટીંગ કમિટી) ના સહયોગથી કેન્‍દ્રીય ધાન્‍ય વિકાસ મંડળ જેવી સંસ્‍થા શરૂ કરેલી છે.

કપડા ઉધોગ
ગુજરાત પૂર્વના માન્‍ચેસ્‍ટર કે ડેનિમ સિટીના નામે ઓળખાય છે. ૬ % ઔદ્યોગિક નિર્માણ કપડા ઉધોગ દ્વારા કરવામાં આવે છે. તે કોટનનું સૌથી મોટું ઉત્‍પાદક (૩૫ %) અને નિકાસકર્તા છે. (૬૦ %) દુનિયાનું ત્રીજા નંબરે સૌથી વધારે ડેનિમનું ઉત્‍પાદન થાય છે. જે ભારતના ૧૨ % કપડા નિકાસનો હિસ્‍સો ધરાવે છે.

ઘરેણાં અને શૃંગાર
ગુજરાતનો ઘરેણાં અને શૃંગાર ઉધોગ દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર ઉધોગોમાંનો એક છે. ગુજરાતની સહાયકારક અને પ્રોત્સાહક યોજનાને કારણે હીરાઘસું, હિરા ઉધોગ, ઘરેણાં નિર્માણ ક્ષેત્રમાં વિકાસ થયો છે. હાથથી બનાવેલાં પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું નિર્માણ, કૌશલ્‍યયુક્ત માનવશક્તિને લીધે ગુજરાત ઘરેણાં ઉત્‍પાદનમાં દેશનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. જે દેશના ૮૫ % ઘરેણાં નિર્માણનો હિસ્‍સો ધરાવે છે અને હિરા નિકાસનો ૮૦ % હિસ્‍સો ધરાવે છે.

બંદર વિકાસ
આર્થિક વિકાસ માટે બંદરોનો વિકાસ આવશ્‍યક બની રહે છે. બંદરોને ડી.એમ.આઇ.સી. (દિલ્‍હી, મુંબઇ, ઇન્‍ડસ્‍ટ્રીયલ, કોરીડોર) સાથે જોડવાને લીધે નવા ઉધોગના વિકાસની તકો ઊભી થઇ છે અને મુંદ્રા, પીપવાવ, દહેજ, ધોલેરા, હજીરા અને મરોલી પાસે નવા બંદરોનો વિકાસ કરવામાં આવેલ છે. તેના કારણે કાર્ગો પરિવહનને સુવિધા મળશે. જે એમ.આઇ.સી.ના ત્‍યાંથી પસાર થવાને લીધે થશે.

ઓટોમોબાઇલ અને એન્‍જિનિયરીંગના ક્ષેત્રો
વાઇબ્રન્‍ટ સમિત દ્વારા ઓટોમોબાઇલ ઉધોગોને પ્રોત્‍સાહન મળ્યું છે. ઓછા જોખમ, ઓછી કિંમત અને અસરકારક ઓટૉકાર અને કારસંલગ્ન ઉધોગો ગુજરાતમાં આવેલ છે. નેનોકાર (સાણંદ) સીએટ (CEAT) કંપનીના પ્‍લાન્‍ટ હાલોલ ખાતે આવેલ છે. જેમણે ગુજરાતની ઓટોમોબાઇલ ઉધોગમાં ધાક જમાવી છે. પરિણામે રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થઇ છે. જનરલ મોટરકાર કંપનીએ પણ હાલોલમાં પોતાની કારનિર્માણ પ્‍લાન્‍ટ બનાવવાની ઇચ્‍છા દર્શાવી છે. જેના કારણે ગુજરાત ઓટૉમોબાઇલ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે.

૨૦૦૯ના વાઇબ્રન્‍ટ ગુજરાત ઇન્‍વેસ્‍ટર સમિતમાં રોકાણકારોએ ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણની ઇચ્‍છા દર્શાવી છે.

વેપારક્ષેત્રોની બીજી જાણકારી માટે

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia