www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાયરોકાણની તકો

રોકાણની તકો

વૈશ્વિકમંદી છતા ગુજરાત રોકાણકારો માટે
સ્‍વર્ગ સમાન બન્‍યું છે.
અમે તમને કોઈ ચંદ્ર પર પહોંચવાના વાયદા નથી કરતા પરંતુ અમે એક પ્‍લેટફોર્મ જરુર પુરું પાડીશું જ્‍યાંથી તમે એક ઉંચાઈ પ્રાપ્‍ત કરીને સફળ થઈ શકો - મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી
એક ગ્રોથ એન્‍જીન તરીકે ગુજરાતે રોકાણની અનેક તકો ઉભી કરી છે. ગુજરાત આર્થિક રોકાણો માટે ભારતનું સૌથી અનુકૂળ રાજ્‍ય છે. ગુજરાત ખમીરવંતા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકોનું વતન છે. કેટલાંક અનુકૂળ પાસાઓને કારણે ગુજરાતમાં રોકાણને અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. સરકારે રોકાણકારોને આકર્ષવા માટે કેટલીક ખાસ નીતિઓ ઘડી છે.

રાજ્ય સરકારની સકારાત્‍મક અભિગમ અને સુધારાવાદી નીતિને કારણે રોકાણકારો માટે અનુકૂળ એક વાતાવરણ ગુજરાતે પુરું પાડયું છે. આ ઉપરાંત ગુજરાત રોડ, બાયોટેકનોલોજી, આઈટી, કૃષિ અને ખનીજ ક્ષેત્રે અગ્રેસર છે.

કુદરતી સંપદાની ઉપલબ્‍ધી
ગુજરાત પાસે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ છે. ગુજરાતમાં ખેતઉત્‍પાદન ક્ષેત્રે ૯.૬ ટકાની વૃધ્‍ધિએ કૃષિ-વિકાસ થયો છે. એક પેટ્રોકેપિટલ સ્‍ટેટ તરીકે ગુજરાતમાં પુષ્‍કળ પ્રમાણમાં પ્રાકૃત્તિક ખનીજ-સંપત્તિના ભંડારો પડયા છે.

માનવ શક્‍તિ
ગુજરાત પાસે વિપુલ માનવ શક્‍તિ છે. માનવશ્રમના બગાડનો દર દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ૦.૬ ટકા કરતાં નીચો છે.

કુદરતી સંપત્તિ સુલભ હોવી
ગુજરાતની ખાણો સમૃદ્ધ છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર ૯.૬ છે. ગુજરાત ‘‘પેટ્રોકેપિટલ’’ તરીકે જાણીતું છે. જે ગુજરાતમાં રહેલ કુદરતી સંપત્તિની સમૃદ્ધિ દર્શાવે છે.

નીતિઓનું અનુમાપન અને પ્રોત્‍સાહન
ગુજરાત સરકારના પ્રોત્‍સાહનને લીધે ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સરકારની કેટલીક નીતિઓ અને યોજનાઓ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરે છે. તેના કારણે આર્થિક વિકાસને બળ મળે છે.

ગુજરાતમાં રોકાણની તકો:
ઔદ્યોગિક યોજનાઓ
કૃષિ અને ખાદ્ય ઉધોગ
રસાયણ અને પેટ્રોકેમિકલ્‍સ
ઇર્ન્‍ફમેશન ટૅકનોલોજી
ખાણ અને તેને લગતા ઉધોગો
પ્‍લાસ્‍ટિક અને તેને લગતા ઉધોગો
બંદર સંબંધી પ્રવૃતિ અને આધાર – માળખું
કાપડ ઉધોગ
ઘરેણા શૃંગાર ઉધોગ
બીજા ક્ષેત્રો

પ્રવાસ વિકાસ યોજના
SIR's (સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયન) નો વિકાસ
પર્યાવરણ અને વિકાસ
શહેરી વિકાસ
એન્‍જિનિયરીંગ અને ઓટો.
બાયો જ્ઞૅકનોલોજી અને ફાર્મા
ઓઇલ, ગૅસ અને ઊર્જાના ક્ષેત્રો
સામાજીક માળખાગત સુવિધા
પ્રવાસન ક્ષેત્રોમાં રોકાણની તકો


અર્થતંત્રનું આકર્ષણ
જ્‍યારે સમગ્ર વિશ્વમાં મંદીનું મોજું છવાયેલું હતું ત્‍યારે વૈશ્વિક કક્ષાના રોકાણકારો સલામત રોકાણ કરીને સારું વળતર મેળવવાની શોધમાં હતા. મંદીના સમયે મોટાભાગના રોકાણકારોએ ભારત તરફ મીટ માંડી અને તેમાંય વાયબ્રન્‍ટ ગુજરાતના વિશાળ ફલક પર રુપિયા ૧૨ લાખથી વધુ સુચિત રોકાણ થયું.

સ્‍થિર સરકાર
સ્‍થિર સરકાર અને સક્ષમ વ્યવસાયીક વાતાવરણમાં ગુજરાત એક અગ્રણી રાજ્‍ય બન્‍યું છે. જ્‍યાં ગુજરાત સરકારની સકારાત્મક અભિગમને કારણે અને રાજ્ય સરકારની ઉદાર અને સુધારાવાદી નીતિને કારણે ગુજરાત આજે ઉદ્યોગમાં અગ્રેસર છે. રાજ્‍યના પ્રથમ સુધારાવાદી રાજ્‍ય તરીકે ગુજરાતે એક સાનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહન મળે તે માટે સરકારે બંદરો, રોડ, બાયોટેકનોલોજી,આઈ.ટી., ખેતી અને ખનીજ સંબંધિત નીતિ નક્કી કરી છે.

રોકાણમાં વધારો
ગુજરાતમાં ખાસ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર દ્વારા રોકાણકારો વધુ પ્રોત્સાહિત થાય તે માટે સગવડતા આપવામાં આવી છે. આ માટે ખાસ ઔદ્યોગિક વિસ્‍તાર વિકસાવીને રાજ્યમાં વિકાસનું મોડેલ તૈયાર કરવામાં આવ્‍યું છે. ડીએમઆઈસી (દિલ્‍હી,મુંબઈ ઈન્‍ડસ્‍ટ્રિયલ કોરીડોર)નું આયોજનબધ્‍ધ રીતે પ્‍લાન કરવામાં આવ્‍યું છે. જેમાં અંદાજીત ૧,૪૮૩ કિ.મી.નો વિસ્‍તાર આવરી લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યમાં ૫૪૬ કિ.મી.ના લાંબા રુટમાં ગુજરાતના ૧૮ વિસ્‍તારોને જોડી લેવામાં આવ્‍યા છે.

સહયોગની શક્‍તિ
ગુજરાત સરકાર દ્વાર ઉદ્યોગ સાહસિક્‍તાને અનુમોદન આપવા માટે પીપીપી મોડેલને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યું છે.સાથે મેગા પ્રોજેક્‍ટ અને નવા સંશોધનાત્‍મક પ્રોજેક્‍ટને પણ સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્‍યું છે. જેના કારણે રોકાણકારો માટે ગુજરાત એક રોકાણલક્ષી રાજય બન્‍યું છે.

રોકાણમાં ભાગીદારી અને પ્રોજેક્‍ટનું અમલીકરણ
ભારતના રોકાણદરમાં ગુજરાતનો હિસ્‍સો મોટો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના વિકાસની ભાગીદારી ૧૦.૩૦ ટકાની રહી છે. રિઝર્વ બેન્‍કના સર્વે પ્રમાણે ૧૦૦ જેટલા પ્રોજેક્‍ટ માટે ૨૨ ટકા રોકાણમાં રુ. ૬૨.૪૪૨ કરોડનું રોકાણ કરવામાં આવ્‍યું છે જે ૧૫ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચે છે.

ગુજરાત- રોકામમાં મોખરે૨૨ %
મહારાષ્‍ટ્ર ૧૨.૭ %
ઓરિસ્‍સા૧૦.૯ %
આંધ્રપ્રદેશ ૮.૫ %
છત્તીસગઢ૬.૨ %
કર્ણાટક૩.૭ %
અન્‍ય રાજ્‍યો૩૦.૫ %
વાયબ્રન્‍ટ ગુજરાતના વિશાળ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફલકમાં ગુજરાત પ્રોજેક્‍ટના અમલીકરણમાં ૫૦ ટકાનો દર ધરાવે છે. ૧૭ વર્ષના ગાળામાં ( સને ૧૯૯૧ થી ૨૦૦૮) ગુજરાતે ૧૨.૯૧ ટકાનો ફાળો આપી ૧૨૫.૦૩ બિલિયન ડોલરનું રોકાણ હાંસલ ક્રયું છે જે અન્‍ય રાજ્‍યોની સરખામણીમાં વધારે છે.

યોજનાઓનું સ્‍વરૂપ

ગુજરાત૧૨.૯૧ %
મહારાષ્‍ટ્ર૧૦.૭૫ %
છત્તીસગઢ ૧૨.૧૫ %
ઓરિસ્‍સા૧૧.૩૫ %
આંધ્રપ્રદેશ૭.૯૫ %
કર્ણાટક૭.૮૮ %
તમિલનાડુ૪.૫૧ %
ઉત્તરપ્રદેશ૪.૩૦ %
ઝારખંડ૬.૫૮ %
પશ્ચિમ બંગાળ૫.૫૦ %
બીજા રાજ્યો ૧૬.૦૭ %
ગુજરાત સરકારના પ્રયત્‍નોને લીધે ગુજરાતના ઉધોગોએ નવી ઉંચાઇ પ્રાપ્‍ત કરી છે. જેના કારણે તે ગુજરાતના આર્થિક વિકાસમાં વધારો થયો છે. અને ગુજરાત રોકાણકારો માટે સ્‍વર્ગ બની ગયું છે.

વિઝન ૨૦૧૦ સૂચિત રોકાણનો કાર્યક્રમ (૨૦૦૦-૨૦૧૦) ગુજરાત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍ડા (મે,૨૦૦૯)
૩૮૦ પ્રોજેક્‍ટસ સાથે રોકાણ રુ. ૧,૧૬,૯૯૩ કરોડ.
બંદરઊર્જા
રોડઔદ્યોગિક વસાહતો
ટાઉનશીપટ્રાન્‍સપોર્ટ
પાણી પુરવઠો અને સ્‍વરછતા


વધુ માહિતી માટે
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia