www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાયરોકાણના ક્ષેત્રો

રોકાણના ક્ષેત્રો

૨૧મી સદીમાં ભારતના વિકાસ માટે ગુજરાતની પ્રગતિ એ ગુજરાતને પેટ્રો કેપિટલ તરફ, ગુડ ગવર્નર તરફ, પ્રો-એક્‍ટિવ શાસન અને હવે વિકાસના મોડેલ તરફ દોરી ગયું છે.
અને ખાસ આર્થિક ક્ષેત્રો અને હવે ખાસ આર્થિક રોકાણો માટેના ક્ષેત્રો.. વિકાસનો પર્યાય બની રહ્યો છે.....
મુખ્‍ય આકર્ષણો:
રોકાણકારોના –
સ્‍વર્ગ જેવા ક્ષેત્રો
બોયોટેકનોલોજી અને ફાર્મા
રસાયણ અને પેટ્રો કેમિકલ
વિકાસ અને પર્યાવરણ
એન્‍જીનિયરિંગ અને ઓટો
ફુડ અને કળષિ વ્‍યવસાય
ગેસ, ઓઇલ અને ઉર્જા
ઘરેણાં અને જવેરાત
ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી
કાપડ
પ્રવાસન
બિઝનેસ ફ્રેન્‍ડલી વાતાવરણ
રોકાણને પ્રોત્‍સાહજનક અભિગમ અને તંદુરસ્‍ત વિકાસ માટે સરકારી સવલતો અને સગવડો
ઉદ્યોગ સાહસિકતાના સહજ ગુણને નિખાર
નિષ્‍ણાંત, શિક્ષીત અને મહેનતું મેન પાવર
સક્ષમ ઉર્જા ક્ષેત્ર
વિપુલ પ્રાકળતિક સંસાધનો
રોડ, રેલ, હવાઇ અને દરિયાઇ માર્ગે પરિવહનની ઉપલબ્‍ધતા
વિશાળ ઉપભોગતા વર્ગ
એસઇઝેડ- વિકાસયંત્ર જે ઉત્‍પાદન, નિકાસને વેગ આપે છે અને રોજગારીની તકો ઊભી કરે છે.
SME અર્થતંત્રનું કરોડરજ્જુ. ઉત્‍પાદક ઉદ્યોગો માટે આ ક્ષેત્ર મહત્‍વનું પ્રદાન આપી રહ્યું છે.
PPP – પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. રોકાણ આકર્ષવા અને સામાજીક માળખું મજબુત બનાવવા માટેનું શ્રેષ્ઠ સંયોજન
શહેરી વિકાસ
દિર્ઘદ્રષ્ટા રાજનેતાઓના હાથમાં સુકાન
ગુજરાત પાસે મજબુત માળખાકીય સુવિધાઓ છે અને રાજ્‍યનો ઝડપી આર્થિક વિકાસ થઈ રહૃાો છે. ગુજરાતને એશિયાના સૌથી મોટા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઓપોર્ચ્‍યુનિટી સેન્‍ટર તરીકેની પ્રતિષ્‍ઠા મળી છે. ગુજરાતની ઉદ્યોગનિતિ ૨૦૦૯એ મજબુત, સ્‍થિર અને વ્‍યાપક વિકાસ માટે ઉદ્દિપકનું કામ કરી રહી છે.

ગુજરાતના ઉદ્યોગે વિકાસનું નવુ મોડેલ પુરુ પાડયુ છે. ઉત્‍પાદનમાં ઔધોગિક વસાહતો, ઔધોગિક પાર્ક અને એસઇઝેડમાં રોકાણ ક્ષેત્રોને અને ખાસ રોકાણ ક્ષેત્રોને પ્રોત્‍સાહન આપવામાં અને ઔધોગિક વિકાસ સાધવામાં ગુજરાત સફળ રહ્યું છે. ગુજરાતમાં વધી રહેલી ઔધોગિક પ્રવૃતિઓ જંગી રોકાણ અને ગુજરાતની જનતાઓની સમૃદ્ધિમાં ઉમેરો કરી રહી છે.

સમગ્ર દેશમાં આર્થિક રોકાણ માટે શ્રેષ્‍ઠ સ્‍થાન તરીકે ગુજરાત રાજ્‍ય અગ્રેસર છે. દરેક ક્ષેત્રોમાં ઉજળી તકો સાથે ગુજરાતનો વિકાસ સમુહ ચળવળ બન્‍યો છે. ઉર્જામાં ગુજરાત સરપ્‍લસ રાજ્‍ય છે અને ઉમદા માળખાકિય સુવિધાઓ, ત્‍વરિત વ્‍યવસાયિક નિર્ણયો, કાર્યક્ષમ શાસનતંત્રને કારણે ગુજરાત દરેક ઉદ્યોગમાં રોકાણ માટે પસંદગીનું પાત્ર બન્‍યુ છે કારણ કે અહી સરકારમાં પારદર્શિતા અને મુક્‍ત કાર્યપ્રણાલી અપનાવવામાં આવે છે.
રોકાણ ક્ષેત્રોખાસ રોકાણ ક્ષેત્રો
રોકાણ ક્ષેત્રો (IRs)
ભારત સરકારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્‍થાન, ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્‍યોમાંથી પસાર થતો ૧૪૮૩ કિલોમીટરનો દિલ્‍હીના દાદરી વિસ્‍તારથી મુંબઇના જવાહરલાલ નહેરુ બંદર સુધીનો દિલ્‍હી- મુંબઇ ફ્રેટ કોરિડોર બાંધવાની જાહેરાત કરી છે

જેમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજનમાં ઓછામાં ઓછો વિસ્‍તાર ૨૦૦ વર્ગ કિલોમીટર (૨૦,૦૦૦ હેક્‍ટર્સ) અને ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયામાં ઓછામાં ઓછો વિસ્‍તાર ૧૦૦ વર્ગ કિલોમીટરનો રહેશે. ગુજરાતમાં ઓર્ડિનન્‍સ એક્‍ટ મુંજબ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન IRs ૧૦૦ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્‍તારમાં અને ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા IAs ૫૦ વર્ગ કિલોમીટરથી વધુના વિસ્‍તારમાં ઊભો કરી શકાય છે.

ફ્રેટ કોરિડોરમાં ૬ રાજ્‍યોમાં મળીને ૯ IRs અને ૧૫ IAs મળીને કુલ ૨૪ વિસ્‍તારો પસંદ કરવામાં આવ્‍યા છે. ૬ IRs અને ૬ IAs પ્રથમ ફેઝમાં ૨૦૦૮-૨૦૧૨ના ગાળામાં અમલી બનાવાશે અને બાકીનું વિકાસકાર્ય તે પછીના ૪ વર્ષના ગાળામાં પુર્ણ કરાશે.

ફેઝ-૧માં ગુજરાતમાં બે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન,

ભરુચ-દહેજ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન (પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ રિજન) અને

વડોદરા-અંકલેશ્વર ઇન્‍ડ્રસ્‍ટ્રિયલ રિજન (જનરલ ઉત્‍પાદન માટે) પસંદ કરવામાં આવ્‍યા છે.
ખાસ રોકાણ ક્ષેત્રો (SIRs)
જાન્‍યુઆરી ૨૦૦૯માં રાજ્‍ય સરકારે કાયદાકીય બંધારણ- ધ ગુજરાત સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન ઓર્ડિનન્‍સ, ૨૦૦૯ જાહેર કરી ગુજરાત રાજ્‍યમાં વિશાળ કદના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન્‍સ અને ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા ઊભા કરવા અને વિશેષ કરીને ગુજરાતને વિકાસનું વૈશ્વિક કેન્‍દ્ર બનાવવા તેને કાયદાનું સ્‍વરુપ આપ્‍યું છે આ માટે વિશ્વ સ્‍તરની માળખાકિય સવલતો, ઉત્તમ નાગરિક સુવિધાઓ, સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ અને સહયોગી નીતિ નિર્ધારણ કરવી અને આ હેતુઓ માટે સંગઠન માળખું ઊભું કરવું તે રાજ્‍ય સરકારનું ધ્‍યેય રહ્યું છે.

રાજ્‍ય સરકારની આ નીતિઓની ભારત સરકારે પણ પ્રસંશા કરી છે. દિલ્‍હી-મુંબઇ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) માં બંને તરફનો ૧૫૦ કિલોમીટરનો વિસ્‍તાર ઇન્‍ડસ્‍ટ્રિયલ કોરિડોર તરીકે વિકસીત કરાશે. (DFC) નો ૩૦ ટકા વિસ્‍તાર ગુજરાતમાં આવે છે. અને દિલ્‍હી-મુંબઇ ઇન્‍ડસ્‍ટ્રિયલ કોરિડોર (DMIC)ના ૬ ઇન્‍ડસ્‍ટ્રિયલ ક્ષેત્રો ગુજરાત માટે ફાળવેલ છે. (DMIC)નું ત્રીજા ભાગનું ૯૦ અબજ અમેરિકન ડોલરનું રોકાણ એકલા ગુજરાતને ફાળે જશે.

આ માટે ગુજરાત સરકારે સંપુર્ણ યોગદાન આપ્‍યુ, એટલુ જ નહી એ માટે ભારત સરકારને સક્રિય સહયોગ આપી રહ્યું છે. DMICના ૧૪૮૩ કિલોમીટરના વિસ્‍તારમાં ગુજરાતનો ૧૮ પ્રાંતનો ૫૪૬ કિલોમીટરનો વિસ્‍તારનો સમાવેશ થાય છે.
૬ મેગા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન (૪ IRs અને ૨ IAs )માં કેન્‍દ્રિત વિસ્‍તારો :
ધોલેરાઅમદાવદ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન.
વડોદરા અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રયલ એરિયા
પાલનપુરમહેસાણા ઇન્‍ડસ્‍ટ્રયલ એરિયા
ભરુચદહેજ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન
સૂરતહજીરા ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા
વલસાડઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા

"ગ્‍લોબલ મેન્‍યુફેક્‍ચરિંગ એન્‍ડ ટ્રેડિંગ હબ" બનાવવા માટે ઇન્‍ડસ્‍ટ્રિયલ પોલીસી અંતર્ગત આ ક્ષેત્રોમાં વિશ્વકક્ષાની માળખાકીય સગવડતાઓ ઊભી કરવામાં આવશે.

એક લાખ કરોડ કરતા વધુનું રોકાણ અને રોજગારીની વિપુલ તકો સર્જાશે.

ગુજરાત સરકાર સિંગલ વિન્‍ડો ક્‍લિયરન્‍સ એક્‍ટ લાગુ પાડીને દેશમાં આ પ્રકારનું પગલું ભરવાની પહેલ કરી છે. આનાથી મંજુરીમા વિલંબ ટાળી શકાશે. પ્રોજેક્‍ટ પ્રપોઝલ ઓનલાઇન મુકી શકાશે અને તમામ જરુરી કાર્યવાહી એક જ સ્‍થળે થતા પ્રક્રિયા સરળ બનશે.
વધારે જાણકારી માટે

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia