www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાયમુખ્‍ય ઉદ્યોગો

મુખ્‍ય ઉધોગો

ઔદ્યોગિક ક્રાંતિ
આમ જોવા જઈએ તો ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિના મૂળ છે ક હરપ્‍પન સંસ્‍કૃતિ સુધી જોડાયેલા છે.ઓગણીસમી સદીની શુરુઆતથી જ ગુજરાત વારંવાર ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી બન્‍યું છે.વિપુલ પ્રમાણમાં વૈવિધ્‍ય અને સાંસ્‍કૃતિક વૈભવ ધરાવતી ગુજરાતની ધરતી પર ગુજરાતનો અન્‍ય દેશો સાથેનો સીધો સંબંધ જોવા મળે છે.એમાંય કચ્છના વેપારીઓ તો છેક ઓમાન, ગ્રીસ, અનેરોમ જેવા દેશો સાથે જોડાઈ અન્‍ય દેશોના સીધા સંપર્કમાં આવ્‍યા. પુરાતત્વીય ઉત્ખલનમાં મળેલા ચલણી સિક્કાથી સાબિત થયું છે કે અન્‍ય દેશો સાથે વસ્‍તુ વિનિમયની પરંપરા ગુજરાતમાં પ્રસ્‍થાપિત હતી. ૧૫૭૨માં જ્‍યારે અકબર ગુજરાતના કિનારે આવ્‍યો અને દરિયાઈ માર્ગે આમીરો અને ઉમરાવોના વેપાર વાણિજ્‍ય શરુ થયા. ગુજરાતના દરિયાઈ કાંઠાઓ પર ફિરંગીઓના આગમનને કારણે પણ ભારતના પશ્ચિમી દરિયા કિનારાઓનો વિકાસ થયો તેમાં ખાસ ગુજરાતનો દરિયા કિનારો વિકસ્‍યો. ગુજરાતના દરિયા કિનારેથી મરી માસાલા અને અન્‍ય માલ યુરોપના દેશોમાં વસ્‍તુ વિનિમયના સ્‍વરુપમાં નિકાસ કરવામાં આવતો હતો. ગુજરાત કાપડ ઉદ્યોગમાં ૧૩મી સદીથી જોડાયેલું હતું. તે સમયે ગુજરાતનું સતરાઉ કાપડ મધ્‍ય એશિયાઈ દેશોમાં અને ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં નિકાસ થતું. સિલ્‍કના પટોળા અને બ્‍લોક પ્રિન્‍ટથી છાપેલું સુતરાઉ કાપડ નિકાસ કરવામાં આવતું.
અર્થતંત્રનું ચક્ર :
પ્રાચિન સમયમાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ગુજરાત માત્ર ઔદ્યોગિક અભિગમ પર આધારિત ન રહેતા સામાજિક અને બૌધ્‍ધિક મુલ્‍યોનો ઉમેરો થયો.૧૫મી-૧૬મી સદી દરમ્‍યાન ગુજરાતના મહાન વેપારીઓ અને શાહુકારો વૈશ્વિક કક્ષાએ નામના મેળવી હતી. ૧૭મી સદી દરમ્‍યાન સુરતનો વિકાસ થતા ગુજરાત ભારતનું મુખ્‍ય વેપારી મથક બની ગયું હતું.
વર્તમાન બિઝનેસની પરિસ્‍થિતિ જોઈએ તો ગુજરાત એ ચેતનવંતા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકોનું શ્રેષ્‍ઠ મુકામ બન્‍યું છે. આજે ગુજરાત ઔદ્યોગિક વિકાસની સાથે ‘આર્થિક રીતે ગુણવત્તા સભર' (ઈકોનોમિક વેલ્‍યુ એડેડ) રાજ્‍ય બની ગયું છે.ગુજરાતની ઔદ્યોગિક નીતિએ ઔદ્યોગિક ચક્રને સતત વેગીલું બનાવવા માટે એક ઉદ્દીપક જેવું કાર્ય કર્યુ છે.એક ઝડપી આર્થિક વિકાસ કરતા રાજ્‍ય તરીકે ગુજરાતે અર્થતંત્રના પાયા વધુ મજબૂત કર્યા છે. વ્‍યાપાર લક્ષી વલણને કારણે સરકારે ઔદ્યોગિકીકરણ દ્વારા ગુજરાત અને ભારતના અને વિદેશના રોકાણકારને અનુરૂપ રાજ્‍ય બન્‍યું છે.
ગુજરાતમાં ઉદ્યોગો
ગુજરાતની ૨૦૦૯ની ઔદ્યોગિક નીતિએ ઉદ્યોગોનો અમર્યાદ વિકાસ સાધ્‍યો છે.આ એક માત્ર રાજ્‍ય છે જે રોકાણકારો માટે સ્‍વર્ગ સમાન છે.ગુણવત્તા સભર ઉત્‍પાદન અને ગુણવત્તા સભર આવૃતિઓને કારણે ભારતભરમાં ગુજરાતે સૌથી વિકાસ કરતા રાજ્‍ય તરીકેનો દરજ્‍જો પ્રાપ્ત કર્યો છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો દર ૧૨.૫ ટકા છે જે દેશના ઔદ્યોગિક ઉત્ત્પાદનના વિકાસમાં ૧૬ ટકાનો હિસ્‍સો ધરાવે છે.૨૦૦૭-૨૦૦૮ દરમ્‍યાન ગુજરાતે સૌથી વધુ શેર રોકાણ કરીને ૨૨ ટકાના દરે વિકાસ કર્યો હતો. દેશની વસ્‍તીના ૫ ટકા જેટલી વસ્‍તી અને દેશની ભુપૃષ્‍ટનો માત્ર ૬ ટકા હિસ્‍સો ધરાવતું ગુજરાત મોટું પ્રદાન આપે છે. અર્થતંત્રની તમામ શિસ્‍તનું પાલન કરીને અને ટેક્‍સના માળખાને અનુસરીને ગુજરાત આજે આવક કરતું રાજ્‍ય બન્‍યું છે.
કેટલાક અગત્‍યના મુદ્દા
દેશના પેટ્રો કેપિટલ રાજ્‍ય તરીકે ગુજરાત પેટ્રોકેમિકલમાં ૩૦ ટકા, કેમિકલ અને ફાર્માસ્‍યુટિકલ બિઝનેસમાં ૫૦ ટકા જેટલો ફાળો આપે છે.
ખેત ઉત્ત્પાદનમાં ગુજરાતે ૯.૬ ટકાના દરે વિકાસ કર્યો છે.જે ૨૦૦૭-૨૦૦૮માં સૌથી વધુ છે.
હીરા ઉદ્યોગ પણ ગુજરાતનું એર વિકાસ પામતું ક્ષેત્ર છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે આધાર આપતી નીતિમાં સરકારે હીરા કાપવાની,હીરાના પોલીશીંગની,જ્‍વેલરી ડિઝાઈનીંગની પ્રક્રિયાઓને વધુ સુસજ્જ બનાવવા માટે સરકારે પહેલ કરી છે.
કપાસના ઉત્‍પાદનમાં ૩૫ ટકા સાથે ગુજરાત અગ્રેસર છે. એવી જ રીતે કપાસના નિકાસમાં ૬૦ ટકા ના દરે ગુજરાત આગળ છે.ડેનિમના ઉત્‍પાદનમાં પણ ગુજરાત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતની ૧૨ ટકા ટેક્‍સટાઈલની નિકાસ ગુજરાતમાંથી થાય છે.આ કારણે જ ગુજરાતને પૂર્વનું માંચેસ્‍ટર અને ડેનિમ સીટીની નામના મેળવી છે.
મોટા એકમો
૧૦ કરોડથી વધુ કિંમતના મશીન અને પ્‍લાન્‍ટ ધરાવતા ઔદ્યોગિક એકમો મોટા એકમોમાં ગણાય છે. આ સિવાયના ઉદ્યોગોને પણ આઈઈએમ (ઈન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ટરપ્રિન્‍યોર મેમોરેન્‍ડમ) અને સેઝ અંતર્ગત વિકાસ કમિશ્નર પાસેથી મંજૂરી લેવી પડે છે.ગુજરાત ૧૯૬૦થી વિકાસની સાક્ષી પુરતા ૧૨૦૦ જેટલા મોટા એકમો છે.
સૂક્ષ્મ,લઘુ અને મધ્‍યમ ઉદ્યોગો
જુદી જુદી મશીનરી,પ્‍લાન્‍ટ અને રોકાણને આધારે સૂક્ષ્મ,લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે.એસએમઈ સેક્‍ટરના શ્રેષ્‍ઠ વિકાસમાં ગુજરાત સાક્ષી છે.૧૯૬૧માં ૨૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો હતા જે આજે ૪ લાખ સુધી પહોંચી ગયા છે.સરકારના સ્‍મોલ મિડીયમ એન્‍ટરપ્રાઈઝની સહાયથી આજે ઉચ્‍ચ ગુણવત્તા યુક્‍ત ઉત્ત્પાદન,મોટા એકમોને સહાય અને રોજગારની તકો સાંપડી છે. આ ક્ષેત્રમાં સરકારની નીતિને કારણે લધુ અને સુક્ષ્મ ઔદ્યોગિક સમુહ વિકાસને પણ પ્રોત્‍સાહન મળ્‍યું છે. આજે ૧૦૦ જેટલા ઔદ્યોગિક સમુહો વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃતિ કરી રહ્યા છે.સામાન્‍ય સગવડો, બ્રાન્‍ડ પ્રમોશન,માર્કેટ ડેવલપમેન્‍ટ અને સ્‍કીલ વધારવાના લક્ષ્યથી એક પ્રકારની સ્‍પર્ધાત્‍મક્‍તા આ ક્ષેત્રમાં આવી છે.
વિઝન
જી ગ્રોથ માટે, અને જી ગુજરાત માટે
સ્‍વર્ણિમ ગુજરાત- સપનાનું ગુજરાત
મજબૂત પાયો અને યોગ્‍ય રાહ
આજની નીતિ આવતીકાલનું લક્ષ્ય
વૈશ્વિક કક્ષાનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર
Srs અને SIRs
હાઇટેક પાર્ક
રોકાણકારોનું સ્‍વર્ગ ગુજરાત:
છેલ્લા ત્રણ વર્ષમાં ૬૧ ટકા પ્રોજેક્‍ટના અમલીકરણ સાથે ૨૦૦ બિલિયન ડોલરનું જંગી રોકાણ.
૨૦૦૯ની ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટર સમિતમાં ૮૫૦૦ એમઓયુ સાથે ૧૨ લાખ કરોડનું રોકાણ.
૨૫ લાખ લોકો માટે રોજગારીની તકો

ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરતી કેટલીક યોજનાઓ:
મોટા ઉદ્યોગો:
ક્‍વાલિટી સર્ટિફિકેટ મેળવવામાં સહાય
મધ્‍ય અને મોટા ઉદ્યોગો માટે સબસીડીની યોજના
પર્યાવરણની જાળવણી
માર્કેટ પ્રમોશન અને ડેવલપમેન્‍ટ સ્‍કીમ
કચ્છ પેકેજ
નાના અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોગો:
નાના અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોગોમાં વ્‍યાજમાં વળતર
સંશોધન અને વિકાસ
ટેકનિકલ સહાય
સમૂહ વિકાસ
પર્યાવરણની જાળવણી
કચ્છ પેકેજ

અન્‍ય પેકેજ :
સામાન્‍ય પ્રદુષણ નિયંત્રણ અને નિકાલ
ગુણવત્તા સર્ટિફિકેટ માટે મદદ
મૂળભૂત માળખાકીય સુવિધાઓ
ઔદ્યોગિક પાર્ક
એપરલ પાર્ક માટે ટ્રેઈનીંગ ઈન્‍સ્‍ટિટયુશન
અગરીયાઓ માટે કલ્‍યાણ યોજના
અન્‍ય પેકેજ :

નિકાસ માટે માળખાકીય વિકાસ કરવા માટે અને તેને લગતી અન્‍ય પ્રવૃતિઓમાં સહાય


અન્‍ય:
ઔદ્યોગિક ઉદ્દેશથી જમીન માટે ભલામણ
આલ્‍કોહોલની મંજૂરી માટેની પ્રક્રિયા
મોલાસીસની મંજૂરી
ઉદ્યોગો માટે પ્રોત્‍સાહન પુરું પાડતી સ્‍કીમ
લ્‍યુબ્રિકેટીંગ ઓઈલ અને ગ્રીસ રેગ્‍યુલેશન ઓર્ડર-૧૯૮૭
ઉદ્યોગોના શશક્‍તિકરણ માટે કૌશલ્‍ય સભર અને તાલિમબધ્‍ધ માનવશક્‍તિ

ઉધોગ વિકાસ નીતિ માટે :http://ic.gujarat.gov.in
ઔદ્યોગિક જૂથો
ગુજરાતમાં નાના અને મોટા ઔદ્યોગિક જૂથોએ નોંધનીય વિકાસ હાંસિલ કર્યો છે. સૌથી વધારે ઔદ્યોગિ જૂથો પોતાના ઔદ્યોગિક કાર્યો અને વિકાસ દ્વારા પોતાની હાજરી દર્શાવી છે. કિંમતોને લીધે પણ ઔદ્યોગિક જૂથોમાં વધારો થયો છે અને યોગ્‍ય સુવિધાને કારણે બજાર કેન્‍દ્ર અને ચેક બ્રાન્‍ડ તરીકે બનાવવાના ઉધોગોને પ્રોત્‍સાહન મળી રહ્યું છે.
નિકાસ અને ઈકોનોમિક ઝોન
૧૪ ટકાના દર સાથે ગુજરાત ભારતનું સૌથી વધુ નિકાસ કરતુ રાજ્‍ય છે. રત્‍નો અને ઘરેણાની નિકાસ ૨૫ ટકા કરતા પણ વધુ છે.આ દિશામાં ઉત્‍પાદન થાય તદ્દઉપરાંત રોજગાર વધે તે માટે ગુજરાત સરકાર સેઝને પ્રોત્‍સાહન આપી રહી છે. આ ક્ષેત્રે મલ્‍ટી પ્રોડક્‍ટ સેઝ અને સેક્‍ટર સ્‍પેસિફિક સેઝનો ખ્‍યાલ વધુ વિકાસલક્ષી છે, જેમાં ટેક્‍સટાઇલ, ફાર્મા, એન્‍જિનીયરિંગ, કેમિકલ, સિરામિક, રત્‍નો, જ્‍વેલરી અને આઇટી સેક્‍ટરને સમાવી શકાય.
ગુજરાતના ઔદ્યોગિક ઉત્‍પાદનની યાદી અહીં આપી છે.
ખેતી આધારિત અને ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગ
કેમિકલ અને પેટ્રોકેમિકલ
ઇર્ન્‍ફમેશન ટૅકનોલોજી
મિનરલ-બેઝ અને સંલગ્ન ઉદ્યોગો
પ્‍લાસ્‍ટિક અને તેના સંલગ્ન ઉદ્યોગો
બંદરીય પ્રવૃતિ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર
કાપડ અને પરિધાન ઉદ્યોગો
રત્‍નો અને જવેલરી
અન્‍ય ક્ષેત્ર

અન્‍ય વિકાસશીલ યોજનાઓ
પ્રવાસન વિકાસ યોજના
સ્‍પેશિયલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ રીજનની માળખાકીય સુવિધા
વિકાસ અને પર્યાવરણ
શહેરી વિકાસ
ઓટો અને એન્‍જિનિયરીંગ
બાયોટેકનોલોજી અને ફાર્મા
ઓઈલ,ગેસ,પાવર સેક્‍ટર
સામાજિક માળખું અને માનવ વિકાસ સૂચકાંક

વધારે જાણકારી માટે
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia