www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

i Gujarat Map | Explore Gujarat

ગુજરાત

મુખપૃષ્ઠવેબ-શબ્‍દાવલિ શરતો

શરતો

ગુજરાત ઇન્‍ડિયા ડૉટકોમમાં આપનું ભાવભર્યું સ્‍વાગત છે.
આપના માટે ગુજરાત રાજ્ય સરકારનું સત્તાવાર વેબપોર્ટલ - www.gujaratindia.com માહિતીનાં રાજમાર્ગનું કેન્‍દ્ર બિન્‍દુ બની રહેશે.  

વૈવિધ્‍ય સભર માહિતીના સ્‍ત્રોતરૂપ એનું આ પોર્ટલ સાડા પાંચ કરોડની ગુજરાતની પ્રજાનું ‘આપણું ગુજરાત, આગવું ગુજરાત’ તમારી નજરે ચઢશે. ‘આપણું ગુજરાત, આગવું ગુજરાત’ અને ગુજરાતનો સકારાત્‍મક પ્રભાવ અને પોતાની સમૃદ્ધ સંસ્‍કૃતિ અને વૈભવી પરંપરાઓને ગુજરાતની ભૂમિકા કણકણમાં જોડાયેલી છે. તેને વૈશ્વિક ફલક પર મૂકવાનો પ્રયાસ છે. પૂ. મહાત્‍મા ગાંધીની પુણ્યભૂમિ વિકાસ અને પ્રગતી સાથેના જન આંદોલન સાથે એકવીસમી સદીમાં હરણફાળ ભરતા ગુજરાતની વાત અહીં મૂકેલી છે.

માહિતી - સાતત્‍યતા માટેનું દીશાસૂચન
ગુજરાત ઇન્‍ડિયા ડૉટકોમ પર મૂકેલી માહિતીની ખરાઇ અને સાતત્‍યતા મુખ્‍યમંત્રીની કાર્યાલય દ્વારા નિર્દેશ કરાયેલા તેમજ રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ દ્વારા મોકલાયેલ માહિતી અનુસાર છે. ઉપરાંત જે તે વિભાગોની પોતાની અલગ સ્‍વાયત વૅબસાઇટ પણ છે. ગુજરાત ઇન્‍ડિયા ડૉટકોમ પોર્ટલ તથા રાજ્ય સરકારનાં અન્‍ય વિભાગોની વેબસાઇટો તાર્કિકરૂપે એક સમાન દ્રષ્‍ટિકોણ ધરાવે છે. જે રાજ્ય સરકારની દ્રષ્‍ટિ અને દૂરંદેશી પ્રગટ કરે છે. જો આપને કોઇ મુદ્દે પ્રશ્નઅથવા ટીપ્‍પણી કરવી હોય તો આપ નિસંકોચ પ્રશ્નસેતુના માધ્‍યમ દ્વારા સરકાર સાથે સંપર્ક કરી શકો છો.

ગુજરાત ઇન્‍ડિયા ડૉટકોમ પોર્ટલની ડિઝાઇન સંકલ્‍પના ગુજરાત રાજ્ય માટે સિલ્‍વરટચ ટૅકનોલોજીસ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવી છે.

પોર્ટલ પર ઉપલબ્‍ધ કરવામાં આવતી તમામ માહિતી-વિગતોની ચકાસણી કરવામાં આવ્‍યા બાદ નિશ્ચિત સમયાંતરે સંવર્ધિત કરવામાં આવે છે. છતાં આ માહિતી કોઇ કાનૂની કે અન્‍ય દાવા માટે પ્રમાણભૂત નહી બની શકે. વાચકો તથા પોર્ટલ પર આવતા મુલાકાતીઓને માહિતી સંદર્ભે કોઇ અસ્‍પષ્‍ટતા કે સંદેહ હોય તો સંબંધિત વિભાગ-ખાતાઓનો સંપર્ક કરી વિગતવાર માહિતી મેળવી લે તેથી સલાહ આપવામાં આવે છે. પોર્ટલ પર મૂકેલી માહિતી-વિગતોમાં સંપૂર્ણતા, ઉપયોગીતા કે અન્‍ય સંબંધિત ખરાઇ માટેની જવાબદારી ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ સ્‍વીકારતુ નથી.

જવાબદારીની મર્યાદા
ગુજરાત ડોટકોમ નીચે જણાવેલ પરિસ્‍થિતિમાં પોર્ટલ સબંધિત માહિતીના ઉપયોગ બદલ અથવા તેના અનુસંધાને થયેલા કોઇ પણ :
સીધા નુકશાન માટે
અપ્રત્‍યક્ષ પરિણામમાં નુકશાન અથવા
વ્‍યાપારીક કામકાજોમાં ખોટ, મહેસૂલી આવક, નફો અથવા માહિતી સંબંધિત વિગતોના નુકશાન માટે જવાબદારી સ્‍વીકારતું નથી.

ઉપયોગ માટેની શરતોઃ

કોપીરાઇટ મર્યાદા
આ પોર્ટલ પરની માહિતી વ્‍યકિતગત રૂપમાં અને માહિતી પ્રેષકના રૂપે ઉપયોગ કરવાની છૂટ છે. પરંતુ આ પોર્ટલની ડિઝાઇન, ચિત્રો અથવા તેની સંકલ્‍પના રક્ષિત છે. તેનો ઉપયોગ કોપીરાઇટની મર્યાદામાં આવે છે. પોર્ટલ પર મૂકેલી વિગતોનો ઉચિત ઉપયોગ માટે અનુમતી છે. પરંતુ કોઇ પણ વિગતોને તેના મૂળ હાર્દમાંથી વિસ્‍તારી કે સંશોધિત કરી માહિતી પક્ષે પ્રકાશિત કરી હોય તે અંગે કોઇ પણ જવાબદારી રહેતી નથી. પોર્ટલ દ્વારા માહિતીનો ઉચિત કે અનુચિત ઉપયોગ કરનાર પ્રત્‍યે કોઇ જવાબદારી ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમની રહેતી નથી.

સુદ્યતા, પરિવર્તન અને સેવાની સાતત્‍યતા:
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલ પર માહિતી મૂકવામાં ખૂબજ કાળજી લેવામાં આવે છે. તે માહિતીની ખરાઇની ચકાસણી કર્યાબાદ તેને મૂકવામાં આવેલ તથા માહિતીનું છેલ્‍લામાંછેલ્‍લું સ્‍વરૂપ રજૂ કરવાનો પ્રયાસ પોર્ટલમાં કરવામાં આવેલ છે. છતાં સંજોગોવસાત માહિતીમાં ન થયેલી સંશોધિત વિગત માટે કોઇ જવાબદારી નથી. કોઇ પણ સમયે કોઇ પણ વિગત-માહિતીને પોર્ટલ પર સંશોધિત કરી મૂકવામાં આવે છે. અથવા તો ત્‍યાંથી રદ કરવામાં આવે છે. અથવા તો તે માહિતીમાં સુધારા કરવામાં આવે છે.

કાયદો અને ન્‍યાયક્ષેત્ર
નિયમો અને શરતો દ્વારા ભારતીય કાયદા અન્‍વયે ધડાયેલા સંવિધાન મુજબ નિયંત્રિત કરી પોર્ટલ સંબંધિત કોઇ પણ વિવાદ માટે કાનૂની કાર્યવાહીનું ન્‍યાયક્ષેત્ર ગુજરાતની અદાલતોને આધીન રાખવામાં આવેલ છે.

ખાનગી નીતી

વ્‍યકિતીગત જાણકારી
તમે આ પોર્ટલ પર મુલાકાત લો ત્‍યારે વ્‍યકિતગત જાણકારી આપવી જરૂરી નથી. તમારી વ્‍યકિતગત માહિતીની વિગત આપ્‍યા વગર પોર્ટલની મૂલાકાત લઇ શકો છો પરંતુ ખાસ હેતુ માટે જયારે આપ વિગતો-માહિતી આપવી હોય તે કિસ્‍સામાં તે જરૂરી બને છે. વ્‍યક્તિગત માહિતી ચોકકસ હેતુ માટે જ ઉપયોગમાં લેવાશે. અન્‍ય વિભાગ કે ખાતા માટે તેના ઉપયોગમાં લેવામાં આવશે નહી. (સાર્વજનીક અથવાતો વ્‍યક્તિગત રૂપમાં)

આ પોર્ટલ પર સંબંધિત માહિતી માટે જે તે બિન સરકારી વિભાગ-ખાતાઓની વેબસાઇટ સાથે જોડાણ કરાયેલું છે. તેની વિગતો માટગેની શરતો આ પોર્ટલ કરતા જુદી પણ હોઇ શકે. જેના માટે ગુજરાત ઇન્‍ડિયા ડોટ કોમ શરતોનું પાલન અને પરામર્શ કરવાની સલાહ આપવામાં આવે છે.

દેખરેખ અને અનઅધિકૃત સામેલગીરી સાથે રક્ષણ
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ મુલાકાતીઓની ગતિવિધિઓ માટે કુકીઝ અને અન્‍ય દેખરેખ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલ છે. તમે કોમ્‍પ્‍યુટર પ્રણાલીના ભાગરૂપે આ પ્રથાને સ્‍વીકારી તે કાર્યપ્રણાલીનો ઉપયોગ કરી રહયા છો. આ ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ કોઇ પણ પ્રકારના ઉપયોગ, તેની માહિતીને સંશોધિત કરવી, બદનામ કરવી, કે તેની સાથે છેડછાડ કરવી વગેરે બાબતો ઉપરાંત ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલના સર્વર, ડેટાબેઝ અથવા સૂચના સંરચના તથા અન્‍ય પ્રૌદ્યોગિક સંબંધિત સંપતિનો દુરઉપયોગના પ્રયત્‍નો સામે તપાસ કરવાનો અધિકાર અને સુરક્ષિત રાખ્‍યો છે.

ઉપરાંત આઇપી(ઇન્‍ટરેનટ પ્રોટોકોલ) સર્વર દ્વારા આ સાઇટ પર આવનાર મુલાકાતીઓની સંખ્‍યા અમારી વિશ્લેષણ પ્રક્રિયાના ભાગરૂપે કાર્યરત છે. જેના દ્વારા સંશોધિત કાર્યક્રમ અંતર્ગત પોર્ટલને વધુ માહિતી પ્રદ, ડિઝાઇનમાં સુધારા તેમજ અન્‍ય માહિતીના સંવર્ધન માટે અને તમારા સુધી પહોંચવાના એક પ્રયાસ રૂપ તેનો ઉપયોગ માત્ર છે. વપરાશ કર્તાની વ્‍યક્તિગત ઓળખ પ્રાપ્‍ત કરવાનો પ્રયત્‍ન નથી.

નિ:શુલ્‍ક ડાઉનલોડ
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ ઉપર કેટલીક માહિતી પીડીએફ સ્‍વરૂપે મૂકવામાં આવી છે. આ સામગ્રી નિઃશુલ્‍ક ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારા કોમ્‍પ્‍યુટરમાં એડોબ રિડર તથા તેને સંબંધિત સંસાધનની ભલામણ કરવામાં આવે છે. છતાં પોર્ટલ એ બાબત જવાબદાર નથી. કે તમારે આ પ્રક્રિયામાં અડચણ આવતી હોય.

યોગદાન
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલ તમામ મુલાકાતીઓને આવકારે છે. જેઓ તેમનું યોગદાનની ભૂમિકા અદાકરે. ખાસ સ્‍વર્ણિમ ગુજરાત માટેના આપના સૂચનોને આવકારે છે. ગુજરાતી પીડિયા માટે આપનું દીશાસૂચન અમને ઉપયોગી બનશે. આ તમામ મેળવેલી માહિતીના હક્કો ગુજરાત ઇન્‍ડિયા ડોટ કોમ પોર્ટલ ને રક્ષિત રહેશે. ઉપરાંત મોકલેલ દ્રશ્ય-શ્રાવ્‍ય સંકલન બિડાણ પત્ર પોર્ટલને રક્ષિત બને છે. જે પરત મોકલાવાશે નહીં અને તેની કોઇ અવેજની ચૂકવણી કરવામાં આવશે નહી.

ઇ-મેલ સરનામા અને પ્રતિસાદ વિગતો
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલ તમારા સૂચનો અન્‍ય કાર્યક્રમો માટે આવકારે છે. જેના માટે તમારા ઇ-મેલ સરનામા (આઇડી) મોકલી શકો. પ્રતિસાદના પ્રત્‍યુત્તર માટે આપનો ઇ-મેઇ આઇડી ક્રમાનુસાર ગોઠવાયેલા હોય છે. જે સંબંધિત ખાતા-વિભાગ કે સરકારને જાણ સારૂ મોકલી આપવામાં આવે છે. જેમાં માહિતી-વિગતોની સંબધિત આવૃત્તિને મુકવાનો આશય છે. ઉપરાંત તેના વિવેચન, વિચાર-વિમર્શ માટે અને પોર્ટલને વધુ ઉત્‍કૃષ્‍ટ બનાવવા સંબંધિત લેખક, પોર્ટલ ડિઝાઇનસ, ને મોકલી શકાય. પ્રતિક્રિયા ફોર્મમાં આપના સૂચનો એક સંરચિત અને વ્‍યવસ્‍થિત સ્‍વરૂપમાં મળે અને તેનો યથાયોગ્‍ય અમલ કરવા માટેની આ વ્‍યવસ્‍થા છે.

ઉપયોગ માટે નીતી - વિવેચન વગેરે.
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમને ઓનલાઇન ચર્ચા- વિચારણ- વિમર્શ બેઠક પ્રતિયોગિતા, વ્‍યક્તિગત બ્‍લોગસમાં જોડી શકો છો તેની આચાર સંહિતા, તેના જોડાણ માટેની મુખ્‍ય શરત બને છે. છતાં ગેર-ઉપયોગી જોડાણ માટે સખત કાનૂની કાર્યવાહી માટે જવાબદારી વપરાશકર્તાની સામે ઉભી થશે.

અન્‍ય વેબસાઇટો અને તેનું જોડાણઃ
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પર અન્‍ય વેબસાઇટોની લીંક પણ જોડાયેલી છે. જે સદરહુ વેબસાઇટના પોર્ટલના નીતિ-નિયમો સાથે રક્ષિત હોય છે. તેની કોઇ પણ જવાબદારી ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ સ્‍વીકારતું નથી. મુલાકાતીઓએ સંબંધિત વેબસાઇટને પૂરેપૂરી સમજી શરળ કરે તેવુ સૂચન કરવામાં આવે છે.

સમર્થન માટેની શરતો
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ એવી કોઇ ખાતરી નથી આપતું કે આ પોર્ટલ સાથે જોડાયેલી માહિતીની લિન્‍ક તેમજ સંબંધિત વેબસાઇટની લિંક કાયમ માટે ઉપલબ્‍ધ બને.
ગુજરાત ઇન્‍ડિયા ડોટકો મ એવી કોઇ ખાતરી નથી આપતું કે બધી પ્રકાશિત થયેલી માહિતી છેલ્‍લામાં છેલ્‍લી હોય અથવા તેની ખરાઇ માટે તેને પ્રમાણભૂત માનવામાં આવે અથવા સંપૂર્ણતા અને સમયબધ્‍ધતા માટે પોર્ટલ જવાબદાર બનતું નથી.
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ કોપીરાઇટ વિગતો અને માહિતી જે પોર્ટલ પર જોડાયેલ સંબંધિત વેબસાઇટ સાથેની હોય તેના માટે જવાબદારી લેતું નથી.
તેના માટે જેતે વેબસાઇટના કોપીરાઇટના નિયમો જાણી લેવા જરૂરી છે. તેવું સૂચન કરવામાં આવે છે.
  

વપરાશ કર્તા અને વેબમાસ્‍ટરના દીશા નિર્દેશનું જોડાણ

આ પોર્ટલ બહારના સ્‍ત્રોતા દ્વારા હાઇપરલીન્‍ક ની ક્ષમતા /બ્‍લોગમાં વર્લ્‍ડ વાઇડ વેબ ના મૂળભૂત ભાગ છે. સાર્વજનિક રૂપમાં તેની પ્રકાશિત પ્રક્રિયા સુલભ બને તે માટે તેનું મહત્‍વપૂર્ણ જોડાણ કરી શકો છો. આ જોડાણ પૂર્વ કોઇ સંમતિની જરૂરીયાત ઉભી નથી થતી. હકીકતમાં અમે તમારા જોડાણ કાર્યને આવકારીશું જો તમે અમને ઔપચારિક જાણ કરશો અને તમારા સૂચના દીશા નિર્દેશ અમારા માટે ઉપયોગી બનશે.

પોર્ટલ ઉપરના કોઇ પણ પાના કે વિગતો સીધી રીતે વેબમાસ્‍ટરના દ્વારા ઉપયોગમાં લેવા માટે સીધા ડાઉનલોડ નથી કરી શકતા કે નથી. તે પ્રવૃત્તિને તમે પ્રોત્‍સાહન આપી શકતા. ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પાના નવા પાના દ્વારા હાઇપર લીંક સાથે ખોલી શકો છો.


બેનરો માટે ડાઉનલોડ
વેબમાસ્‍ટર્સ અને બ્‍લોગર્સ તેમના ઉપયોગ માટે બેનરનો ઉપયોગ કરવા ડાઉનલોડ કરી શકે જે ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમના શુભેચ્‍છક મિત્ર હોય. અને ગુજરાતના હિતચિંતક હોય.

ખાસ ધ્‍યાન રાખો કે બેનરની ઇમેજ ફકત ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલ ના સંબંધિત કામ માટે કરાશે. તેના માટે કોઇ એજન્‍સી અથવા ગુજરાત રાજય સરકારની અનૂમતિની જરૂર રહેતી નથી. બેનરનો યથાયોગ્‍ય અને વિવેકપૂર્ણ ઉપયોગ વાછનિય છે.

બેનર/બેગ્‍સ અને http://www.gujaratindia.com લીંક આપવી ખાસ જરૂરી છે.
પૂર્ણ બેનર (૪૬૮ x ૬૦ પિકસલ)
Gujarat State Portal


અડધુ બેનર (૨૩૪ x ૬૦ પિકસલ)
Gujarat State Portal


સમચોરસ બેનર (૧૮૦ x ૧૫૦ પિકસલ)
Gujarat State Portal

બેજડ (૧૦૦ x ૧૩૦ પિકસલ)
બેજડ (૧૦૦ x ૧૩૦ પિકસલ)
Gujarat State Portal
Gujarat State Portal
સ્‍કાયસ્‍કેપર બેનર (૧૨૦ x ૬૦૦ પિકસલ)
Gujarat State Portal


મુખપત્ર
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ વાચકોને ‘‘ગુજરાત ન્‍યુઝલેટર‘‘ માટે આવકારે છે. રાજય સબંધિત કાર્યક્રમો, યોજના તથા પ્રસંગોની માહિતી આપવાનો આ મુખપત્રનો પ્રયાસ હોય છે. તેમાં નોંધણી સ્‍વૈચ્‍છિક છે. જેમાં તમારા ઇ-મેલ આઇડીની સંપૂર્ણ સાચી વિગતો મોકલવાની હોય છે. આ એકત્રિત માહિતી ફકત ‘‘ન્‍યુઝ લેટર‘‘ ના હેતુ માટે જ હોય છે. એક વાર નોંધણી કર્યાબાદ તેને રદ પણ કરાવી શકો છો. પસંદગી આપની બને છે.

બ્રાઉઝર્સની ભલામણ

ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ પોર્ટલ પ્રમાણભૂત ઢાંચામાં વેબ ડેવલોપમેન્‍ટ અને પ્રાપ્‍તતા માટે બનાવવામાં આવી છે. નવી પેઢી તેનો પૂર્ણતા હેતુ માટે નીચે મુજબ ભલામણ કરવામાં આવે છે.:

માઇક્રોસોફટ ઇન્‍ટરનેટ એકસ્‍પ્‍લોરર (૬ અથવા સંવર્ધિત)
મોઝીલા ફાયર ફોકસ (ર અથવા સંવર્ધિત)
ગુગલ કોમ
નેટસ્‍ક્રેપ (૬.૧.૩ અથવા સંવર્ધિત)
સફારી (૩ અથવા સંવર્ધિત)
ઓપેરા (ર અથવા સંવર્ધિત))

રિઝોલ્‍યુશન માટે ભલામણ : ૧૦૨૪ x ૭૬૮ પિકસલ અથવા વધુ

પોર્ટલમાં સંબંધિત વિગતો પૂર્ણતથા પ્રાપ્‍ત કરવા માટે તમામ બ્રાઉઝર સક્ષમ છતાં પણ તેમાં સંવર્ધિત થયેલી આવૃત્તિ અમુક કડીઓને પ્રાવ્‍ય બનાવી ન શકે તેવા સંજોગોમાં સંવર્ધિત આવૃત્તિની ભલામણ છે.


ભાષાઃ
ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં પ્રદર્શિત કરાઇ છે.
સમયાનુસાર અન્‍ય ભાષામાં સંવર્ધિત રૂપાંતરિત કરવામાં આવશે.

વેબમાસ્‍ટરનો સંપર્ક
આપને શરતો અંગે અથવા વ્‍યક્તિગત નીતિઓ કે નિયમો અંગે કોઇ પૂછ પરછ કરવી હોય તો કૃપા કરી વેબમાસ્‍ટરને પૂછો

શરતો માટેની જવાબદારી
આ શરતો અને ખાનગી નીતિ સંચાર અને માહિતી સરકારના નીતિ સૂચક ઢાંચામાં તૈયાર કરાયેલ છે. જેમાં જેતે સમયાનુસાર વેબસાઇટ અને વિભાગોમાં જરૂરી સંવર્ધન કરાશે. ગુજરાત ઇન્‍ડિયા ડોટકોમ ક્રિએટીવ કોમન્‍સ આર્ટ્રીબિશન શેર અંતર્ગત ર.૫ ઇન્‍ડિયા લાઇસન્‍સ દ્વારા પ્રમાણભૂત કરાયેલ છે.

સમગ્ર કાર્યસૂચિ ક્રેએટીવ કોમન્‍સ આર્ટીબિશન શેર ૨.૫ ઇન્‍ડિયા લાયસન્‍સ દ્વારા પ્રમાણભૂત છે.
Creative Commons License
સમગ્ર કાર્યસૂચિ ક્રેએટીવ કોમન્‍સ આર્ટીબિશન શેર ૨.૫ ઇન્‍ડિયા લાયસન્‍સ દ્વારા પ્રમાણભૂત છે.

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia