www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મુખ્‍ય
કામગીરી

મુખપૃષ્ઠમુખ્‍ય કામગીરી

શૈક્ષણિક કાર્યક્રમો અને પહેલકન્‍યા કેળવણીનું અભિયાન રાજ્યના દરેક ઘરના ઉમરે પહોંચાડો, દરેકના હૃદયમાં કન્‍યા સુશિક્ષિત બને તેવી ભાવના જગાડો... આ જ આપણા સ્‍વર્ણિમ ગુજરાતનું ધ્‍યેય બની રહો.
મા. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી (કન્‍યા કેળવણી મહોત્‍સવ ૨૦૦૯)

શિક્ષણને ગતિ મળે તેવી પરિયોજનાનો અમલ
બાલ પ્રવેશ / મધ્‍યાહન ભોજન કાર્યક્રમ
નિરોગી બાળક
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ
વિદ્યાદીપ યોજના
શિક્ષક પ્રશિક્ષણ અને દૂર અંતર શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ

‘સૌને માટે શિક્ષણ’ ના ઉચ્‍ચ ધ્‍યેય સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિરંતર શિક્ષણ અને સાક્ષરતાં અભિયાન નીતિ શિક્ષણનો વ્‍યાપ, શાળાકીય શિક્ષણ અધૂરૂં છોડયાની ટકાવારીમાં ઘટાડો, કન્‍યા કેળવણી ઉપર ખાસ ભાર શિક્ષકોને પ્ર ઉપરાંત અન્‍ય કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્યાન્‍વિત કર્યું.

કન્‍યા કેળવણી, માળખાકીય સવલતો, આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા અભિયાન જેવા ક્ષેત્રો નિરંતર શિક્ષણ, સાક્ષરતા અને શિક્ષણ પ્રત્‍યે જાગૃકતા લાવવાના પુરક પ્રેરક બળ બન્‍યા છે. આર્થિક-સામાજીક – શિક્ષણ અન્‍વયે રાજ્ય સરકારે બહુવિધ શિક્ષણ આયામો આવરી લીધાં જેમાં પ્રાથમિક શિક્ષણ સાક્ષરતા શિક્ષણ, તકનિકી શિક્ષણ, ઔષધિય શિક્ષણના વિકાસનું ધ્‍યેય રાખ્‍યું છે.

શિક્ષણના ગઠિત અને અગઠિત કાર્યક્રમો માટે અને શિક્ષણ ક્ષેત્રે તેના ઉદ્દેશ્‍યો અને વિકાસના કાર્યો માટે રોકાણોનો ઉપયોગ થાય તેના પર ધ્‍યાન કેન્‍દ્રીત કરવામાં આવ્‍યું છે. વૈશ્વિક સ્‍તરનું પ્રાથમિક શિક્ષણ જેમાં ૬ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં આવ્‍યા છે. તેના માટે ખાસ આયોજન દ્વારા ધ્‍યેય સ્‍થાપિત કરી, સન ૨૦૧૦ માં સ્‍ત્રી અને પુરુષની સાક્ષરતા ટકાવારી ૧૦૦ ટકા પૂર્ણ કરવી એ પ્રાથમિકતા રહી છે.

‘સૌને માટે શિક્ષણ’ કાર્યક્રમ અંતર્ગત સાક્ષરતા અભિયાનમાં અંદાજે ૯,૦૦૦ શિક્ષકોને પ્રશિક્ષણ, ચાર થી સાત ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે તેમના કૌશલ્‍યની કાર્ય નોંધ, ધોરણ બે, ત્રણ, ચાર અને પાંચમાંના ભાગની વિદ્યાર્થીનીઓ માટે વધારાના અભ્‍યાસ વર્ગોની ગોઠવણ કરી, ગુજરાત અને ગણિતમાં ૧૦ ટકાથી ૧૫ ટકા સુધીનો વધારો કરવા માટે રાજ્યની ૧૨,૫૦૦ શાળાઓમાં ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

આર્થિક મહત્‍વ અંતર્ગત જેવી કે ‘વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ’ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાઇ જેના થકી વિદ્યાર્થી અને તેના પરિવારને શિક્ષણ માટે આધારરૂપ બની શકે. રાજ્ય સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્‍ય શાળાના વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય અંગેનો છે. આ માટે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના સહકાર (ડબલ્‍યુ.એચ.ઓ. યુનિસેફ યુનેસ્‍કો) અને વિશ્વ બેન્‍કની શાળાકીય વિદ્યાર્થીઓમાં સ્‍વાસ્‍થ્‍ય વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં રાજ્ય સરકારે પહેલ કરી છે.

પ્રાથમિક શિક્ષણ સાથે કમ્‍પ્‍યુટર શિક્ષણ ફરજીયાતની પહેલ રાજ્ય સરકારે કરી. તકનિકી અભિગમના સ્‍વીકાર રૂપે રાજ્ય સરકારે કમ્‍પ્‍યુટર તાલીમ કાર્યક્રમ હેઠળ રાજ્યની સરકારી શાળાઓમાં અંદાજે ૮,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને કમ્‍પ્‍યુટર શિક્ષણ આપવામાં આવ્‍યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં નિરંતર વીજ પુરવઠો અને સંચાર તકનિકીની સુવિધા સાથે શિક્ષણના ધ્‍યેયો પુરા કરવા ઉપલબ્‍ધ કરાઇ છે.

ગુજરાતીઓ માટે અંગ્રેજી ભાષાના કૌશલ્‍ય માટે રાજ્ય સરકારે એસ.સી.ઓ.પી.સ. કાર્યક્રમ પ્રસ્‍તુત કર્યો છે. ઇચ્‍છુક શાળાઓ માટે ભાષાકીય કૌશલ્‍ય માટે ભાષા-પ્રયોગશાળાનો કાર્યક્રમ રજૂ કરાયો છે જેમાં શબ્‍દભંડોળ, વ્‍યાકરણ, વિરામ ચિહ્નોની ઓળખ વગેરે દ્વારા ભાષા કૌશલતા વધારવાના પ્રયત્‍નો કરવામાં આવ્‍યાં છે. જેના થકી વિદ્યાર્થી અંગ્રેજીભાષામાં નિપુણતા કેળવી આત્‍મવિશ્વાસ સાથે તૈયાર થાય છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ‘સર્વ શિક્ષા અભિયાન’ (રાષ્‍ટ્રીય કાર્યક્રમ) અને અન્‍ય પ્રાયોજીત કાર્યક્રમો ગુજરાત કાઉન્‍સિલ ઓફ એલીમેન્‍ટરી એજ્યુકેશન (જી.સી.ઇ.ઇ.) દ્વારા માત્ર જિલ્‍લાઓમાં કાર્યાન્‍વિત કરી અન્‍ય વિવિધ કાર્યક્રમો પ્રાથમિક શિક્ષણક્ષેત્રે દૂર અંતર પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ર અને ૪ (ડી.પી.ઇ.પી.)

રાષ્‍ટ્રીય યોજનાનું અમલીકરણ

સર્વ શિક્ષા અભિયાન - પ્રવૃત્તિ (એસ.એસ.એ.એમ.)
પ્રાથમિક કક્ષા સુધી કન્‍યા કેળવણી (એન.પી.ઇ.જી.ઇ.એસ.)
કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.)

ગુજરાત શિક્ષણ કાર્યક્રમનો પ્રથમ તબક્કો:

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ૨૫ જિલ્‍લાઓ અને મહાનગર પાલિકાઓની શાળાઓને તેના શિક્ષણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા.
સર્વ શિક્ષા અભિયાન મિશન કાર્યક્રમના નેજા હેઠળ રાજ્યમાં કેન્‍દ્ર સરકારની કન્‍યાઓ માટે પ્રાથમિક કક્ષા સુધીના શિક્ષણ કાર્યક્રમમાં ૧૦૯૩ સમૂહમાંથી ૭૮ ગ્રામિણ સ્‍તરે શૈક્ષણિક પછાત જૂથ, ૨૧ જિલ્‍લાઓ (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ) ના ૩૯ સમૂહમાંથી ૧૩ જૂથને આવરી લેવામાં આવ્‍યા.
રાજ્યના વિવિધ વિસ્‍તારોમાં સરકાર દ્વારા કસ્‍તુરબા કન્‍યા વિદ્યાલય યોજના અંતર્ગત ૩૦ જેટલી નિવાસી પ્રાથમિક શાળાનું સંચાલન થઇ રહ્યું છે. જેમાં રહેવાની સગવડ સાથે શિક્ષણ અપાય છે. તેમાં અનુસૂચિત જાતિ / જનજાતિ / અન્‍ય પછાત વર્ગ તથા લઘુમતિ અને ગરીબી રેખાની નીચે જીવન ગુજારતા પરિવારના બાળકો માટે અભ્‍યાસની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

ગુજરાતમાં બાળકોનું બાળપણ નિસ્‍તેજ ન બનતા ઉત્‍સાહ અને શક્તિથી થનગનતું બનશે.
મુખ્‍યમંત્રી, નરેન્‍દ્રમોદી
શિક્ષક માટે પ્રશિક્ષણ તથા દૂર અંતર શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ
કન્‍યા કેળવણી સાથે રાજ્ય સરકારે કુશળ શિક્ષકોની ભરતી માટે પગલાં લીધાં છે. શિક્ષકોને પ્રશિક્ષિત કરવાના કેન્‍દ્રો શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ હેઠળ કાર્યરત કર્યા છે. દૂર અંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉપગ્રહ તકનિકી દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલિમ આપવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. ૪૦૦૦ જેટલા કેન્‍દ્રો પર ૧,૯૪,૦૦૦ જેટલા શિક્ષકોએ જૂન ૨૦૦૯ માં લાભ લીધો હતો. શિક્ષકો અન્‍ય શ્રેષ્‍ઠ પ્રતિભાઓને અને શિક્ષણ શાસ્‍ત્રીઓને જુએ તેમને સાંભળે અને તેઓમાંથી શીખી શિક્ષણનું આદાનપ્રદાન કરે.

રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્‍યે ગાંધીજીના વિચારોનો અભિગમ રહ્યો છે. ગાંધીજી કહેતા : ‘‘તમે એક બાળકને શિક્ષિત કરશો તે સમાજને એક શિક્ષિત નાગરિક મળશે. જ્યારે તમે એક કન્‍યાને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત પરિવાર મળશે.’’ વ્‍યક્તિમાં જ્યાં સુધી શિક્ષણની ભૂમિકા નહિં હોય ત્‍યાં સુધી સામાજીક - આર્થિક વિકાસની કલ્‍પના શક્ય નથી.

વિકાસના સિમાચિહ્નો : ૨૦૦૭
સન ૧૯૯૮ સુધીમાં ૮૫૦૦ શાળાઓનું સંવર્ધન કર્યું.
૧૮૦૫૩ શાળાઓ વીજ પુરવઠા સાથે સજ્જ કરવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્‍તકોનું નિશૂલ્‍ક વિતરણ,
જેની કિંમત અંદાજે ૩.૪ કરોડની થવા જાય છે.
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાની પ્રયોગશાળાઓમાં આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ૮૪,૩૩,૪૨૬ બાળકોની આરોગ્‍ય તપાસ કરાવાઇ તેમાંથી ૧૨,૨૭,૧૯૯ જેટલા બાળકોનું તત્‍કાલ આરોગ્‍ય નિદાન કરવામાં આવ્‍યું.
આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ ૨૦૦૭
મુખ્‍ય ચાવીરૂપ સિદ્ધિઓ:
ખાસ અભિયાન દ્વારા મજબૂત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે ૧.૦૫ વિદ્યા સહાયકોની ભરતી.
કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશ મહોત્‍સવ (જૂન ૨૦૦૯ ના મધ્‍યમાં) ના કાર્યક્રમો દ્વારા પ્રાથમિક શાળામાં પ્રવેશ ટકાવારી ૧૦૦ % તથા અધુરેથી શિક્ષણ છોડયાની ટકાવારી ૨.૨૯ % થી નીચે રહી.
Efforts in Primary chools have led to 49.34 lakh students obtaining uniforms at total expenditure of Rs.6,518 lakh
ગ્રામિણ વિસ્‍તારમાં કન્‍યાઓ માટે નિઃશૂલ્‍ક બસ સુવિધા.
રાજ્યના મુખ્‍ય ૪૧ પછાત તાલુકાઓમાં કન્‍યા કેળવણી માટે ૬ ખાસ યોજનાઓના અમલીકરણ પર ધ્‍યાન.
કન્‍યા કળવણી માટે રાજ્ય સરકારના ‘કન્‍યા કેળવણી ફંડ’ ની કુલ રકમ રૂપિયા ૨૧.૮૩ કરોડની થઇ.
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો હવે પછીનો અભિગમ: માનનીય વિકાસ આંક (એમડીઆઇ) બાળકો માટેની યુનિવર્સિટી અને બાળ ગોકુલમ સંસ્‍થાન.
વાચન, લેખન અને અંક ગણતરી કૌશલમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ટકાવારી ૮૦ % પહોંચી.
કેટલાક ધ્‍યેયો ૨૦૧૦ ના
શાળાકીય પ્રવેશની ટકાવારી ૯૦.૩૦૫ છે. જે ૧૦૦ % કરવી.
અધૂરા શિક્ષણે શાળા છોડી જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૮.૧ ટકા છે. જે ઘટાડી શૂન્‍ય કરવું.
રાજ્યમાં પુરુષ સાક્ષરતાની ટકાવારી ૭૩ % છે જે વધારી ૧૦૦ % કરવી.
રાજ્યમાં સ્‍ત્રી સાક્ષરતાની ટકાવારી ૪૮.૬૫ ની છે. જે ૧૦૦ % પહોંચાડવી.
અનુસૂચિત જાતિમાં સાક્ષરતા ૬૧.૦૭ ટકા છે. જે વધારે ૧૦૦ ટકા કરવો.
અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા પ્રમાણ ૩૬.૪૫ % છે જે વધારી ૧૦૦ % કરવું.
વિદ્યાદીપ યોજના

વિદ્યાદીપ યોજના - વીમા યોજના કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર એવા બાળળકોની અભ્‍યાસની જવાબદારી ઉઠાવે છે કે જેમના માતા-પિતા કમનસીબ ઘટનાનો ભોગ બન્‍યા હોય.

વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ

સમગ્ર રાજ્યમમાં દરેક છોકરો અને છોકરી પ્રાથમિક કક્ષા સુધીનો અભ્‍યાસ કરે તે માટે વધુમાં વધુ પ્રમાણમાં શાળાપ્રવેશની સંખ્‍યા. સમગ્ર રાજ્યમાં પ્રત્‍યેક છોકરી અને છોકરો પ્રાથમિક કક્ષા સુધીનો અભ્‍યાસ કરે તે માટે શાળા પ્રવેશનું પ્રમાણ વધુમાં વધુ રહે તેમજ ગરીબી નાબૂદી માટે શિક્ષણ પ્રત્‍યે રાજ્ય સરકારનું ધ્‍યાન કેન્‍દ્રિત કરેલું છે. કન્‍યા કેળવણીના વ્‍યાપ માટે રાજ્ય સરકારે ખાસ ‘વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ’ ની યોજના બનાવી છે જેના થકી જ્યાં સાક્ષરતા દર નીચો છે અને માતા-પિતા પોતાની કન્‍યાને શાળાકીય અભ્‍યાસ માટે મોકલી આપે તેવો અભિગમ આ યોજના અંતર્ગત રાજ્ય સરકારનો છે.

નિરોગી બાળક

રાજ્ય સરકારનો એવો અભિગમ રહ્યો છે કે બાળક શાળાના વર્ગખંડમાં પ્રવેશ મેળવે ત્‍યારે તે સંપૂર્ણ તંદુરસ્‍ત હોય. ‘નિરોગી બાળક’ કાર્યક્રમ અન્‍વયે બાલ પ્રવેશ વખતે જ આરોગ્‍યની તપાસ પર રાજ્ય સરકારે ધ્‍યાન કેન્‍દ્રિત કરેલું છે. સાક્ષરતાથી આરોગ્‍ય - નિરોગી બાળ કાર્યક્રમ અને ૨૦૦૮-૦૯ માં રાજ્ય સરકારે જાહેર કર્યો. સામાજીક વિકાસ માટે જન આંદોલન થકી સ્‍વયં આરોગ્‍ય સભાનતા કાર્યક્રમ વૈશ્વિક સ્‍તરે સ્‍થાન અને કાર્યક્ષમ આરોગ્‍ય સેવાઓ માટેનો અભિગમ રાજ્ય સરકારે કાર્યાન્‍વિત કર્યો છે. ઉપરાંત મમતા અભિયાન દ્વારા સક્ષમ પોષકતત્‍વો અને વિકાસને અસરકારક બનાવી બાળકોમાં શિક્ષણનું કૌવત અને પ્રાથમિક શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારે સ્‍વીકારી છે.

બાલ-પ્રવેશ / મધ્‍યાહન ભોજન યોજના

‘બાલ-પ્રવેશ’ અને ‘નિરોગી બાળક’ બંને યોજના કન્‍યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ચલાવાય છે.

રાજ્યમાં કન્‍યા કેળવણી કાર્યક્રમ હેઠળ અંદાજે ૫,૨૫,૦૦૦ કન્‍યાઓને શાળા પ્રવેશ કરાયો તેમજ રાજ્યના ૧૦૦ ટકા સાક્ષરતાના પ્રયાસોમાં રાજ્યનાં ગ્રામિણ વિસ્‍તારોમાં બાળપ્રવવેશ કાર્યક્રમ અંતર્ગત પ્રવેશ ફોર્મનું વિતરણ કરી પ્રોત્‍સાહન પુરૂં પાડ્યું. રાજ્ય સરકારના મંત્રીઓ તથા સચિવોએ સમગ્ર રાજ્યમાં દરેક માતા-પિતાને તેમનું બાળક શાળાકીય શિક્ષણ પ્રાપ્‍ત કરે તે માટે શાળામાં નામ નોંધાવે તે માટે પ્રોત્‍સાહિત કર્યા હતાં. ગરીબી સામેના જંગમાં શિક્ષણ અમોધ શસ્‍ત્ર છે.
બાળકોને શાળામાં બપોરનું ભોજન ઉચ્‍ચ પોષક તત્‍વો સભર મળી રહે તે માટે મધ્‍યાહન ભોજન કાર્યક્રમ અમલમાં ગુજરાત દેશનું દ્વીતિય રાજ્ય છે. આ પ્રકારના કાર્યક્રમોનો મુખ્‍ય ઉદેશ્‍ય સામાજીક સમરસતા અને સમાજને ઊંચો લાવવાનો પ્રયાસ છે.
શિક્ષણને ગતી મળે તે માટેની યોજનાનો અમલ.
પ્રાથમિક શિક્ષણ
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ યોજના
વિદ્યાદીપ યોજના
મા. મુખ્‍યમંત્રીના કન્‍યા કેળવણી વિકાસ કાર્યક્રમ
શાળાકીય આરોગ્‍ય તપાસ કાર્યક્રમ
પ્રાથમિક શિક્ષણ / કક્ષાએ કમ્‍પ્‍યુટર શિક્ષણ
માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ વિભાગ
શિક્ષકો માટે તેમના શિક્ષણ કૌશલ્‍યના વિકાસ માટે ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ (શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ)
પ્રવેશ માટે સામાન્‍ય પ્રવેશ પરિક્ષાનું આયોજન
૧૦ મા અને ૧ર માં ધોરણના વિદ્યાર્થીઓ માટે દૂરસંચાર પરિસંવાદનો કાર્યક્રમ
તકનિકી શિક્ષણ
મહિલાઓ માટે સ્‍વનિર્ભય રોજગારીના કાર્યક્રમોની તાલીમ
કન્‍યા કેળવણી

ગુજરાતમાં સન ૨૦૦૧ માં કન્‍યા શિક્ષણની સ્‍થિતી સ્‍ત્રી સાક્ષરતાન ૪૮.૧ % અને ૨૦ માં ક્રમાંકે હતી. ૨૦૦૯ માં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ, વહિવટી અધિકારીઓ, આઇ.એ.એસ., આઇ.પી.એસ. સાથેના સહિયારા પ્રયાસ દ્વારા ‘કન્‍યા કેળવણી રથ’ કાર્યક્રમ અંતર્ગત જન અભિયાન દ્વારા કન્‍યા શિક્ષણના પડકારને ઝીલી લીધો છે.

રાજ્ય સરકારે કન્‍યા કેળવણી અભિયાન અંતર્ગત અંદાજે ૫,૨૫,૦૦૦ કન્‍યાઓને શાળા પ્રવેશ માટેનો ધ્‍યેય નક્કી કર્યો. ૧,૮૬૫ વિભિન્‍ન માર્ગો દ્વારા ૧૦૦ ટકા સિદ્ધિ મેળવી શાળા છોડી જનારા વિદ્યાર્થીની ટકાવારી ૪૦ ટકાથી ઘટી ૨.૨૯ ટકા પર લાવવા. સન ૨૦૧૦ ના સ્‍વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે શાળા છોડી જનાર વિદ્યાર્થીઓની ટકાવારી શૂન્‍ય કરવાની રાજ્ય સરકારની નેમ છે.
રાજ્યમાં દરેક ગામડાઓમાં કન્‍યા કેળવણી માટે કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જેમાં ૧૮,૦૦૦ જેટલા ગામડાઓને આવરી લેવામાં આવેલા છે. સાક્ષરતા દર ૨૦ ટકાથી ઓછો છે. એવા ગ્રામીણ વિસ્‍તારોમાં શિક્ષણનો વ્‍યાપ વધારવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્યના તમામ ગામડાઓમાં રાજ્ય સરકારની ‘‘જ્યોતિ ગ્રામ યોજના’ અને બ્રોડ બેન્‍ડ સંચાર સુવિધાની સફળતા તેનું મહત્‍વનું પ્રદાન રહ્યું. ગ્રામ મિત્ર યોજનામાં શિક્ષણનું યોગદાન રહ્યું. દરેક ગામમમાં પાંચ મિત્રો દરેક ક્ષેત્રના એક-એક એમ કૃષિ, સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષણ, વિકાસ અને માનવ વિકાસના એકત્રિત થઇ ગ્રામ - વિકાસના ક્ષેત્રે આર્થિક - સામાજીક વિકાસની યોજના પર સહભાગીદાર બને છે.
શિક્ષણ એ શક્તિ છે અને રાજ્ય સરકારે તમામ ગામડાઓમાં જ્ઞાન, માહિતી અને જાગૃતિ દ્વારા સામાજીક આર્થિક બદલાવનો અભિગમ બનાવ્‍યો છે.
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia