www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મુખ્‍ય
કામગીરી

મુખપૃષ્ઠમુખ્‍ય કામગીરી

મહિલા અને બાળવિકાસના યોજનાઓ અને પહેલમહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ
બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)
નારી-ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
બાલિકા સમૃદ્ધિ યોજના
કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ
વિધવા સહાય અને તાલીમ યોજના
સરસ્‍વતી સાધના યોજના
કુવંરબાઈનું મામેરું યોજના
સાત ફેરા સમુહલગ્ન
મહિલા વૃદ્ધાશ્રમ
ચિરંજીવી યોજના
નારી અદાલત
સખી મંડળ યોજના
કૃષિ તાલીમ યોજના
મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના
ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્‍મક ભેદભાવ કરવાની સત્તા રાજ્‍યને આપી છે.

રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે. આ યોજનાનો લાભ ૩૫ રાજ્‍યોમાં સાડા ત્રણ કરોડ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ દેશની છાસઠ લાખ સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે.

મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે.

આ વિભાગ મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. તે મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે. મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે :
મહિલા અને બાળ વિકાસ કમિશનર
નિયામક, સમાજ સુરક્ષા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)
ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

વધુ માહિતી માટે
http://www.wcd.gujarat.gov.in/

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ :
મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર જાતિય સમાનતા :
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
તક અને દરજ્‍જા ની સમાનતા
મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી

પહેલ
સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્‍થળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્‍ય અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્‍ડર ઈક્‍વાલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્‍થિતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે.

મત્સ્ય-ઉદ્યમ યોજના

અનુસૂચિત જાતિ અને જનજાતિને માછલીઓ વેચીને આત્‍મનિર્ભર બનાવવાનો ગુજરાત સરકારનો પ્રયત્‍ન છે. તેમને જરૂરી તુલા, અછૂતા જેવા સાધનો કે ઉપકરણો ખરીદવા માટે આર્થિક સહાય કરે છે. રુપિયા ૧૦૦૦/- ના ખર્ચ સાથે ૩૦ % સહાયતા રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓને આપવામાં આવે છે. વળી, જીંગા માછલીમાં પાલન માટે પ્રશિક્ષણ આપીને મહિલાઓના આર્થિક પાસાંને સહાય કરવામાં આવે છે.

કેટલાક કાર્યક્રમો દ્વરા બચત અને રોકાણ મંડળોની રચના કરી શહેરી મહિલાઓને (સીડીએસ) સામુહિક ધોરણે આર્થિક પગભર થવા મદદરુપ બનાવાય છે. ઉપરાંત મહિલા તેમજ બાળ વિકાસ કાર્યક્રમ, બાળકો, યુવા અને મહિલાઓ માટે પુસ્‍તકાલય, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક તેમજ સ્‍વાસ્‍થ્યથી જોડાયેલા મુદ્દાના વિકાસની પહેલ રાજ્યમમાં કરવામાં આવી છે.
કન્‍યા કેળવણી રથ (ાલિકાના સાક્ષરતા માટે કન્‍યા કેળવણી રથ નીકાળવામાં આવે છે. )
શિક્ષિત બાલિકા
બાળ-પ્રવેશ
મધ્‍યાહન ભોજન યોજના
નિરોગી બાળ
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ
વિદ્યાદીપ યોજના
શિક્ષણ પ્રશિક્ષણ અને દૂરના શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમો
મહાત્મા ગાંધીજી માનતા કે ‘‘જો એક છોકરો શિક્ષિત બનશે તો સમાજને એક જ બાળક શિક્ષિત મળશે, પરંતુ જો એક બાલિકા શિક્ષિત બવશે તો એક આખો પરિવાર શિક્ષિત બનશે.’’ સામાજીક, આર્થિક વિકાસ માટે શિક્ષણમાં સુધારો લાવવો અને લોકોની માનસિકતામાં ક્રાંતિકારી વિચાર લાવવો જરૂરી છે.
કૃષિ તાલીમ યોજના

મહિલા ખેડૂત કે ખેડૂત પત્‍નીઓને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે. આ મહિલાઓને પ્રશિક્ષણ માટે છાત્રવૃત્તિ અને પરિવહન ભથ્‍થાં આપવામાં આવે છે.

સખી મંડળ યોજના

આ યોજના મુખ્‍યત્‍વે ગ્રામિણ મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે તેમને પોતાની આજીવિકા રળી લેવા માટેની તાલીમ આપવામાં આવે છે. મહિલા મંડળો સ્‍વયં સહાયતા બચત અને સમૂહ ઋણના સિદ્ધાંતો પર આધારીત છે જે આર્થિક સેવા ઉપલબ્‍ધ કરાવે છે. જેને લીધે મહિલાના વિકાસની આર્થિક પ્રક્રિયામાં ઝડપી વધારો થાય છે અને તેમનામાં રહેલા કૌશલ્‍યોના વિકાસની સાથે સાથે તેમના આર્થિક વિકાસમાં પણ સહયોગી થઇ તેમના જીવન વિકાસમાં પ્રોત્‍સાહન મળે છે. ગુજરાત સરકારનું લક્ષ્‍ય આવા એક લાખ મંડળો ઊભાં કરવાનું છે.

નારી અદાલત

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ નારી અદાલતો ગુજરાતના ૧૯ થી વધારે જિલ્‍લાઓમાં કાનૂની ન્‍યાય ક્ષેત્રે કામ કરી રહી છે. આ અદાલતો મહિલાઓને હિંસા, બળાત્‍કાર, છૂટાછેડા અને દહેજની માંગ જેવા વિષયો પર યોગ્‍ય ન્‍યાય અપાવવા માટે કામ કરે છે. કાનૂની મંચના રૂપમાં સ્વયંસેવી સંસ્‍થાઓ ઝડપથી આ બધા કિસ્સાઓમાં પોતાની સકારાત્મક ભૂમિકા દ્વારા પરિણામલક્ષી પગલાં ભરે છે. આ સંસ્‍થાઓ દ્વારા ગ્રામિણ મહિલાઓને પડતી મુશ્‍કેલીનો સામનો કરવો પડતો નથી. નાણાકીય વ્યય, સમય, કાનૂની પ્રક્રિયા, ઓછા સંસાધનોથી ઘેરાયેલી મહિલાઓને પહેલા ઉપેક્ષાનો સામનો કરવો પડતો હતો. જે હવે કરવો પડતો નથી.

ચિરંજીવી યોજના

દર વર્ષે ગુજરાતમાં ૧૨ લાખ નવજાત શિશુનો જન્‍મ થાય છે. કેટલીક માતાઓ જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા પરિવાર માટે આર્થિક અને સામાજીક કારણોસર ખતરનાક પરિસ્‍થિતિઓનો સામનો કરવો પડે છે. ચિરંજીવી યોજના આવી માતાઓની સહાય માટે અમલ લાવવામાં આવી છે તેમના માટે આર્થિક સહાય, સુરક્ષા, યાત્રા ભથ્‍થું, સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્ર જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. રૂપિયા ૨૦૦/- સ્‍વાસ્‍થ્‍ય ખર્ચ, રૂપિયા ૩૦/- યાત્રા ખર્ચ, અને રૂપિયા. ૩૦/-ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧,૬૩,૬૦૯ જેટલી મહિલાઓએ તેનો લાભ ઉઠાવ્‍યો.

યોજના હેઠળ આર્થિક સહાય પણ જરૂરમંદ પરિવારોને આપવામાં આવે છે. કેટલીક યોજનાઓમાં મુખ્‍ય પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના માટે બીપીએલ કાર્ડ છે. આ યોજના પાયલટ યોજના તરીકે પાંચ પછાત જિલ્‍લા બનાસકાંઠા, દાહોદ, કચ્‍છ, પંચમહાલ અને સાબરકાંઠામાં ડિસેમ્‍બર ૨૦૦૫માં શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા બધા જ બીપીએલ ધારક પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે. હવે આ યોજના આખા રાજ્યમાં લાગૂ કરવામાં આવશે. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્‍યારે શિશુ મૃત્‍યુદર અને માતૃ મૃત્‍યુદર ખૂબ જ ઉંચો હતો. આ યોજનાના અમલીકરણ દ્વારા જે તે વિસ્‍તારોમાં આ આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
મહિલા વૃદ્ધ આશ્રમ

સમાજમાં કઇંક અંશે દીકરાઓ દ્વારા માતા-પિતાની ઉપેક્ષા થતી હોઇ આવા કિસ્સામાં ડબલ્‍યુસીડી દ્વારા તરછોડાયેલા માતા-પિતા માટે વિશેષ સહાયતા ઊભી કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા ઓલ્‍ડ એજ હોમ ઊભાં કરવામાં આવ્‍યા. જામનગરમાં આવું મહિલા વૃદ્ધ આશ્રમ કાર્યરત છે.

સાત ફેરા સમૂહ યોજના

ગુજરાતમાં સમૂહ વિવાહને ડબલ્‍યુસીડી દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. જે અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક રૂપિયા ૧૧૦૦૦ કરતા ઓછી હોય, તેવા પાંચ કે તેથી વધુ જોડાને નર્મદા શ્રીનિધિ પ્રમાણપત્રના રૂપમાં રૂપિયા ૩૦૦૦/- આપવામાં આવે છે. સમૂહલગ્‍ન કાર્યક્રમમાં લગ્‍ન, કરવાથી રૂપિયા ૧૦૦૦/- વધારાની સહાયતા કરવામાં આવે છે.

કુંવરબાઇ મામેરું યોજના

આ યોજના હેઠળ ડબલ્‍યુસીડી અનુસૂચિત જાતિના લોકો પોતાની છોકરીના લગ્‍ન માટે આર્થિક મદદ આપવામાં આવે છે. જેમની વાર્ષિક આવક રુપિયા ૧૧૦૦૦થી ઓછી હોય તેઓ પોતાની એક છોકરીના લગ્‍ન માટે રૂપિયા ૫૦૦૦ની સહાય મેળવી શકે છે. રૂપિયા ૨૦૦૦ છોકરીના માતા-પિતા અને રૂપિયા ૩૦૦૦ કિસાન વિકાસપત્રના રૂપમાં છોકરીને આપવામાં આવે છે.

સરસ્‍વતી સાધના યોજના

ગુજરાતે ડબલ્‍યુસીડીના સહયોગ દ્વારા એક નવી પહેલ કરી છે. આ યોજના માટે એક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિઓની વિદ્યાર્થીઓને સાઇકલ આપવામાં આવે છે. આઠમા ધોરણથી નીચે ભણતી છોકરીઓ માટે રૂપિયા ૧૫૦૦/- સાઇકલ ખરીદવા માટે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક તેમજ ઉચ્‍ચ શિક્ષણના વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની વ્‍યવસ્‍થા આપવામાં આવે છે.

વિદ્યાસહાય અને તાલિમ યોજના

રાજ્યમાં ૧૮-૪૦ વર્ષની મહિલાઓ જે અસહાય છે કે વિધવા છે. તેમના આર્થિક સશક્તિકરણ માટે આ યોજના બનાવવામાં આવે છે. આ યોજના હેઠળ રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે જે તેમને સ્‍વનિર્ભર બનાવવા માટે મદદ કરે છે. ૧૮-૬૦ વર્ષની મહિલાઓને પોસ્‍ટ ઓફિસના માધ્‍યમથી આર્થિક સહાય કરવામાં આવે છે. તેમના બાળક માટે રૂપિયા ૫૦૦/-ની સહાય પણ કરવામાં આવે છે. (બાળક 18 વર્ષનો થાય ત્યાં સુધી)

સ્‍વંયસિદ્ધા યોજના - સાચા અર્થમાં સશક્‍તિકરણ

મહિલાઓના વિકાસ અને સશક્‍તિકરણનો ખરા અર્થમાં સમન્‍વય એટલે સ્‍વંયસિદ્ધા યોજના. સ્‍વંયસિદ્ધા એટલે જેનામાં પોતાનામાં સશક્‍ત થવાનું કૌવત-શક્‍તિ છે તે. ભારત સરકારે સને ૨૦૦૧-૨૦૦૨માં ઈન્‍દીરા મહિલા યોજનાના સ્‍થાને આ યોજના દાખલ કરી હતી. યોજનાનો લાંબાગાળાનો ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસનો છે. આ ક્ષેત્રમાં ચાલતા કાર્યક્રમોનો લાભ મહિલાઓને મળે તે માટે તેમાં એકસૂત્રતા આણી તેમનું સામાજિક, આર્થિક અને સાંસ્‍કૃતિક રીતે સશક્તિકરણ સધાય તે મુખ્ય ઉદેશ્ય છે. ગુજરાતનો મહિલા અને બાલવિકાસ વિભાગ ગ્રામીણ મહિલાઓમાં કરકસરની કળા વિકસાવી તેમને સ્‍વનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે. આ યોજનામાં મહિલાઓ જન-સમુદાય આધારિત સંશોધનો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે તેમ જ સંગઠન-શક્તિ અને સંગઠનના કામો કેવી રીતે કરી શકે તે અંગે તાલીમબદ્ધ કરવામાં આવે છે. ૨૦ જિલ્લામાં ૧,૭૬૦ ગામડાંઓમાં ૪૩,૨૦૦ મહિલાઓ આ પ્રોજેક્‍ટમાં સહભાગી બની છે. તેમાં ૨,૭૦૦થી વધુ સહયોગીઓ તેમને મદદ કરી રહ્યા છે. આ યોજનાને કારણે ગ્રામીણ મહિલાઓ સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભળતી થઈ છે.

કિશોરી શક્‍તિ યોજના- કિશોરાવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ

સંકલિત બાળવિકાસ યોજના હેઠળ સને ૨૦૦૦-૦૧માં કિશોરી-શક્‍તિ યોજનાનો પ્રારંભ થયો હતો. શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં આ યોજનાનો અમલ આંગણવાડી કેન્‍દ્ર દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ કિશોરીઓને સ્‍વવિકાસની તક પુરી પાડી કુપોષણમાંથી બહાર કાઢવાનો તેમ જ જાતિયતાના કારણે તેમણે ભોગવવી પડતી તકલીફોમાંથી મુક્‍તિ અપાવવાનો છે. આ યોજનાનો હેતુ ૧૧ થી ૧૮ વર્ષની વયજૂથની કિશોરીઓનું સ્‍વાસ્‍થ્‍ય સુધારવાનો તેમ જ તેમના પોષણનું સ્‍તર સુધારવાનો છે. જે કિશોરીઓ ભવિષ્‍યમાં માતા બનવાની છે તેવી કિશોરીઓનું જૂથ બનાવી આંગણવાડીમાં તેમની શારીરિક તપાસ કરવામાં આવે છે. કિશોરી વાંચતા-લખતાં શીખે અને સ્‍વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે તે માટે તેમને સુસજ્જ કરવામાં આવે છે. કિશોરીઓને ઘર-શિષ્ટાચાર તેમ જ વ્‍યવસાયિક તાલીમ આપવામાં છે. આરોગ્‍ય, સ્‍વચ્‍છતા, પોષણ, કુટુંબ કલ્‍યાણ અને બાળકોની સારસંભાળ જેવા મુદ્દે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાનો અને તેના કુટુંબનો વિકાસ થાય તેવા રચનાત્‍મક કાર્યો માટે તેમને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના

મહિલા અને બાળવિકાસ વિભાગની બાલિકા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ દીકરી અને તેની માતા પ્રત્‍યે કુટુંબનો અને સમાજનો દ્રષ્‍ટીકોણ બદલવાનો છે. કન્‍યાઓનો શાળા પ્રવેશ થાય અને તેનું શિક્ષણ સતત ચાલું રહે તે માટે પણ આ વિભાગ સતત પ્રયતનશીલ છે. કન્‍યાઓના બાળલગ્ન અટકાવવા તેમ જ સામાજિક- આર્થિક- શૈક્ષણિક રીતે પછાત કન્‍યાઓને સહાય કરવી એ મહિલા અને બાળવિકાસ વિભાગની પ્રાથમિકતા છે. ૧૫ ઓગસ્‍ટ, સને ૧૯૯૭ પછી જન્‍મેલી બાળકીના કુટુંબને ૫૦૦ રૂપિયા સહાય કરવામાં આવે છે. નેશનલાઈઝ બેન્‍કમાં અથવા પોસ્‍ટ ઓફિસમાં આંગણવાડી કાર્યકર્તાની મદદથી આ ખાતું ખોલી કન્‍યાને આર્થિક સહાય કરવામાં આવે છે. જ્‍યારે કન્‍યા શિક્ષણ મેળવતી થાય ત્‍યારે તેના ખાતામાં ત્રણ સો રૂપિયા જમા થાય છે. આ ઉપરાંત કન્‍યાને ૧,૦૦૦ રૂપિયાની સ્‍કોલરશીપ પણ આપવામાં આવે છે. જ્‍યારે કન્‍યા લગ્ન કરવાની ઉંમરે પહોંચે ત્‍યારે કન્‍યા આ રકમ મેળવવા હક્કદાર બને છે.

નારી- ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા

સને ૨૦૦૨માં ગુજરાત સરકારે નારી ગૌરવ નીતિ ઘડી કાઢવાનું નક્કી કર્યુ. રાજ્‍ય સરકારના વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં મહિલાઓનું ગૌરવ જળવાય તે હેતુથી આ નીતિ ઘડવામાં આવી. આ નીતિમાં એક ચોક્કસ કાર્ય યોજના ઘડવામાં આવી છે. તેમ જ તેની દેખરેખ માટેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ નીતિ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રને લાગુ પડે છે. રાજ્‍યમાં આ નીતિના અમલ માટે જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર ટેકનિકલ માહિતી પુરી પાડે છે. જાતિય સમાનતાના વિવિધ પાસાઓના અભ્‍યાસ માટે વિવિધ કાર્ય જુથ રચવામાં આવ્‍યા છે. આ કાર્ય જૂથો વચ્‍ચે સતત વિચારોનું આદાન પ્રદાન થતું રહે છે.

આ કાર્ય માટે ખાનગી ક્ષેત્રોની દેખરેખ નીચે પણ કરવામાં આવે છે. લિંગ સ્‍વાયત્તા સંશાધન કેન્‍દ્ર રાજ્ય જોરે કાર્ય માટે યોગ્‍ય નીતિ અને ટૅકનોલોજી પૂરૂં પાડે છે. કાર્ય સમૂહોના ગઠન અને વિચાર વિમર્શો કરવામાં આવે છે અને ભૌતિક સમાનતા માટેની પહલ કરવામાં આવે છે.
બેટી બચાવો- માતૃ વંદના યાત્રા

પ્રગતિશીલ ગુજરાત જાતીય ભેદભાવના મામલે ગૌરવ લઈ શકે તેવી સ્‍થિતી નથી. રાજ્‍યમાં જાતી પ્રમાણ (દર એક હજાર પુરુષે સ્ત્રીની સંખ્‍યા) શરમજનક હતી. સને ૧૯૯૧માં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્‍યા ૯૨૮ હતી, જે ૨૦૦૧માં ઘટીને ૮૭૮એ પહોંચી. આ પરિસ્‍થિતિને પહોંચી વળવા રાજ્‍યએ અનેકવિધ પગલાં લીધા. તેમાં સૌથી મહત્‍વપૂર્ણ પગલું એટલે બેટી બચાવો ઝુંબેશ. ૨૦૦૫ના વર્ષમાં વિશ્વ મહિલા દિવસે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ ઝુંબેશનો આરંભ કર્યો. જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર આ ઝુંબેશમાં સક્રિય ભાગીદાર બની રહ્યું. જેન્‍ડર ઈસ્‍યુનું દસ્‍તાવેજીકરણ અને પ્રકાશનનું કાર્ય કરતી જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર એજન્‍સી આવા સંવદનશીલ મુદ્દે સમાજનો દ્રષ્‍ટીકોણ બદલવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહી છે, તેથી જ આ ઝુંબેશમાં તેને ભાગીદાર બનાવવામાં આવી.

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia