www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મુખ્‍ય
કામગીરી

મુખપૃષ્ઠમુખ્‍ય કામગીરી

ઇ-ગર્વનન્‍સ યોજના અને પ્રારંભ


વિજ્ઞાન અને તકનિકી વિભાગ મુખ્‍ય બાબતો પર ધ્‍યાન કેન્‍દ્રીત કરે છે... જેમાં
ઇ-ગર્વનન્‍સની સાથે માહિતી અને સંચાર તકનિકી
જૈવિક-તકનિક
વિજ્ઞાન અને તકનિક
ભૂમિગત સંશોધન અને અવકાશ અનુસંધાન
ધરતીકંપની આગોતરી જાણકારી વિજ્ઞાન

વિજ્ઞાન અને તકનિકી વિભાગની આ ક્ષેત્રે પાયના માળખાગત કાર્યક્રમો ગતિનું ઉત્‍તર દાયીત્‍વ તેની પ્રાથમિક નીતિ છે.રાજ્યમાં માહિતી અને સંચાર કાર્યક્રમોનો વિકાસ માટે ગુજરાત ઇર્ન્‍ફોમેટિકલ લિમિટેડ એ નોડલ એજન્‍સી તરીકે કાર્યરત છે.

વેબ સાઇટ વિકાસ નીતિ
તાલીમ કાર્યક્રમ નીતિ
સમગ્ર સેવા-પ્રબંધની નીતિ
ભાષાકીય માનક નીતિ
માહિતી-સંચાર નીતિ
For More Information
http://dst.gujarat.gov.in/

શ્રેષ્‍ઠ ઇ-ગર્વનન્‍સની કામગીરી માટે સન્‍માનિત થયેલું ગુજરાત રાજ્ય ઇ-ગર્વનન્‍સ ક્ષેત્રે અસરકારક નીતિઓ અને યોજના થકી દેશના પ્રથમ હરોળના રાજ્ય તરીકે ઉભરી આવ્‍યું છે.

તકનિકી વિજ્ઞાનના ક્ષેત્રે નવી ઊભરતી ક્ષિતિજો પર રાજ્ય સરકારે ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. રાજ્ય સરકારનો માહિતી અને સંચાર તકનિકીના ઉપયોગ દ્વારા આમ આદમીને સ્‍પર્શતી જનસહાયક સેવાઓનો વ્‍યાપ વધે, સમગ્ર વ્‍યવહારોમાં પારદર્શકતા જોવા મળે અને નાણા અને સમયના વ્‍યય વિના તેનું સંચાલન થાય તેવો અભિગમ રહ્યો છે. આના પરિણામ સ્‍વરૂપ રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા રાજ્યની નગરપાલિકા કામગીરીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવી ઊભું છે.

ગુજરાત રાજ્યનો પ્રજાજનો સાથે માહિતીની આપ-લે માટેનો અભિગમ ખૂબ જ પ્રોત્‍સાહકજનક રહ્યો છે. માહિતીના સ્‍તોત્ર તરીકે રાજ્ય સરકારના દરેક વિભાગો, ખાતાઓ અને તેને સંલગ્‍ન સંસ્‍થાઓ તેમની વેબ-સાઇટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જે બહુવિધ માહિતીની પરબ ગરજ સારે છે.

રાજ્ય સરકારે પ્રત્‍યક્ષ ભાગીદારી રચનાત્‍મક અભિગમ અને ત્‍વરિત પરિણામો સાથે વિકાસાત્‍મક નીતિઓ ઇ-ગર્વનન્‍સ માટે અમલમાં મૂકી છે. નોડલ સંસ્‍થાઓ દ્વારા વિક્ષન અને ટેકનોલોજી તકનિકી વિભાગ થકી જ્ઞાનના આર્થિક પાસા સંદર્ભ રાજ્ય સરકારે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. જેમાં સરકાર અને નાગરિકની સહભાગીદારીથી અસરકારતા, પારદર્શિતા અને પરિણામલક્ષી આર્થિક-અભિગમમાં રાજ્ય મોખરે રહ્યું છે.

ગુજરાત રાજ્યે માહિતી અને સંચાર નીતિ ૨૦૦૬-૨૦૧૧ દ્વારા આ ક્ષેત્રની તૈયારીઓ કરી મહત્‍વપૂર્ણ શરૂઆત કરી છે. ગુજરાત રાજ્યે માહિતી અને સંચાર તકનિકી ક્ષેત્રે વર્ગીકૃત શ્રેણીમાં એલ-ર નો દરજ્જો હાંસલ કર્યો છે. પર્યાવરણની સુઆયોજિત તૈયારીઓ અને કાર્યક્ષેત્રમાં ઉપયોગીતા વગેરે જેવા માપદંડો દ્વારા આ શ્રેણીના દરજ્જાને જાહેર કરવામાં આવે છે. આમ,

ઉપગ્રહતકનિકી દ્વારા માનનીય મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીએ જિલ્‍લા શિક્ષક તાલિમ કાર્યક્રમ અન્‍વયે પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે સંચાર વિનીમય કર્યો. રાજ્યના ૪૦૦૦ થી પણ વધુ કેન્‍દ્રોમાંથી અંદાજે ૧,૯૪,૦૦૦ થી પણ વધુ શિક્ષકોનો ઉપગ્રહ સંચાર તકનિકી દ્વારા ઉભયપક્ષીય શિક્ષણ-કાર્યક્રમમાં ભાગી લીધો

એસ. આઇ. સી. એન.
(સચિવાલયને સાંકળતું સંચાર નેટવર્ક)
SICN is a network owned by Government of Gujarat for their Voice Communication needs. This network is spread in capital of Gujarat Gandhinagar connecting almost all the Govt. Boards & Corporations Offices.

The core of this network is Lucent make DEFINITY G3r EPABX with the capacity of 7000+ lines and 570 trunks working on E1 R2 MFC and ISDN-PRI, expandable up to 25000 lines.

Through OFC this EPABX is connected to 11 remote units.

As a backbone around 100 Kms. Of Optical Fiber has been laid and 150 Kms. Of JFC has been laid with Structured cabling for Voice & Data nodes. There are 7000+ Voice Nodes and 5000 Data Nodes.
ઇ-પ્રોકર્યુમેન્‍ટ
e-Procurement system introduced for all the purchases and procurements in all the Government departments, Nigams and Societies under the administrative control of the State Government and which are funded by Government. Roll out of e-Procurement carried out in a phase manner starting from few works / items for limited Departments to multiple items for many departments.

e-Procurement is Online bidding system wherein the physical tendering activity is carried out online using the Internet and associated technologies. This system enables the user to introduce ease and efficiency without compromising the required procedures of the department and also provides transparency, results in savings of time and money, shortening of procurement cycle, ease of operation to the implementing department and to the bidders / suppliers / vendors.

Through www.nprocure.com portal any organization can avail of e-procurement services. The portal is enabled with end to end e-procurement software. The portal can handle all the activities from the notice inviting tender to the publishing of the complete tender in the electronic form to corrigendum to filing, encryption for security, and digital signing of online tenders, to multistage evaluation and final conclusions. The portal can handle multi currency situations, multistage evaluations, reverse and forward auctions, catalogue management and so on.
મૂલ્‍ય વર્ધિત કર
મૂલ્‍ય વર્ધિત કર યોજના ગુજરાત રાજ્યના વાણિજ્ય કરવેરા વિભાગ દ્વારા અમલમાં આવી. શરૂઆતથી જ સમગ્ર માહિતીનું કમ્‍પ્‍યુટરીંગ તેના મૂળ સ્‍વરૂપમાં મૂકી વહિવટી પ્રક્રિયામાં સરળતા અને અંકુશ રાખ્‍યો. તેનાથી કર વ્‍યવસ્‍થાપન - કામગીરીમાં અસરકારકતા, કાર્યક્ષમતા, આર્થિક અભિગમ અને પારદર્શિતા ઊભી થઇ. મૂલ્‍ય વર્ધિત કર માળખામાં વેટ રિટર્ન, વર્ગીકરણ, આકારણી અને રિફન્‍ડ એક જ સરળ પ્રક્રિયામા જાણી-મેળવી શકાય. કરવેરા સંબંધિત તમામ વિગતોને કમ્‍પ્‍યુટરિંગમાં લાવતા તે વહિવટી ક્ષેત્રે નિર્ણાયક ભાગ ભજવે છે. જેના પરિણામે કરવેરા સંચાલન માટે અસરકારક નિર્ણયો લઇ શકાય. ગુજરાત મૂલ્‍યવર્ધિત કર માહિતી (VATIS) યોજના વિવિધ વ્‍યવસાયો, સેવાઓ સાથે સાંકળવામાં આવી છે.
IWDMS
કામગીરીનું એકત્રીકરણ અને દસ્‍તાવેજી સંચાલન તંત્ર
ગુજરાતમાં રાજ્ય સરકારે ઇ-ગર્વનન્‍સ દ્વારા વહિવટી કામકાજોમાં ઉત્‍તરદાયીત્‍વ, પારદર્શિતા અને અસરકારકતામાં વધારો થાય તેવો અભિગમ અપનાવ્‍યો છે. કામગીરી એકત્રીકરણ અને દસ્‍તાવેજી સંચાલન કાર્યક્રમ અન્‍વયે ઉપરોક્ત અભિગમને કેન્‍દ્રમાં રાખી તમામ સ્‍તરે સરકારની કામગીરી અને પગલાંની નોધ પ્રસંશનીય રહી છે.
ઇ-શહેર
રાજ્ય સરકારના જમીન અને મહેસૂલ વિભાગ દ્વારા ઇ-શહેરની યોજના કાર્યરત બનાવાઇ. રાજ્યની અમદાવાદ મહાનગર પાલિકા દેશની સૌ પ્રથમ મહાનગર પાલિકા બની. શહેરીજનોને જન્‍મ-મૃત્‍યુની નોંધણી તેમજ તેના પ્રમાણપત્ર, ઇમારતના પ્‍લાન, પ્રાથમિક આરોગ્‍ય અને શિક્ષણ શહેરી સ્‍વચ્‍છતા અભિયાન, ગટર અને પાણી પુરવઠા, માર્ગ અને તેની સ્‍ટ્રીટ લાઇટ, બાગ-બગીચા અને ઉદ્યાનો, જેવી નાગરિક સુખાકારીની કામગીરીને ઇ-ગર્વનન્‍સ દ્વારા અસરકારક બનાવી. અમદાવાદ મહાનગરપાલિકા એ શહેરના પાંચ વિભાગોમાં મુખ્‍ય સ્‍થળોએ નાગરિક માહિતી કેન્‍દ્રો તેમજ શહેરના ૪૩ વોર્ડોમાં નાગરિક માહિતી કચેરીઓ ઊભી કરી જેનું ઇન્‍ટરનેટ તથા સંચાર તકનિકી દ્વારા અન્‍યોન્‍ય સાથે જોડાણ અપાયું. શહેરીજનો આ તમામ સુવિધાનો લાભ લઇ શકે છે. તેના બદલામાં નાગરિકે નેટ-બેન્‍ક, સાઇબર કાફેમાંથી જે તે દરની ચૂકવણી કરવાની હોય છે.
સ્‍વાસ્‍થ્‍ય સંચાલન માહિતી તંત્ર
માહિતી તકનિકીના ઉપયોગ દ્વારા રાજ્યમાં સ્વાસ્‍થ્‍ય સંચાલન માહિતી તંત્રે સાર્વજનિક દવાખાનાઓમાં અસરકારક અને શ્રેષ્‍ઠ સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ પુરી પાડી વિશ્વાસ અને ભરોસાનું વાતાવરણ ઊભું કર્યું. દર્દીઓ સાથે સુમેળભર્યા વ્‍યવહાર અને અસરકારક વ્‍યવસ્‍થા તંત્ર અને વહીવટમાં પક્કડ સાથે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવાઇ. રાજ્યના સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સંચાલિત સ્‍વાસ્‍થ્‍ય સંચાલન માહિતી કાર્યક્રમ માહિતી-સંચારની તકનિકી દ્વારા સ્‍વાસ્‍થ્‍ય સુશ્રુષા અને આરોગ્‍ય તપાસની સુવિધા, દવાખાનાનું સંચાલન તથા અન્‍ય સંચાલકીય માહિતીનું ઓનલાઇન વિવરણ અને પરિક્ષણનું માળખું તૈયાર કરાયું છે.
ઇ-ધરા
ઇ-ધરા કાર્યક્રમ હેઠળ સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્‍પ્‍યુટિકરણ કરવામાં આવ્‍યું. હાથથી તૈયાર થતી નોંધોની પ્રક્રિયાને સંપૂર્ણપણે બંધ કરી કમ્‍પ્‍યુટર દ્વારા જ નોંધણી પ્રક્રિયા અને સ્‍વયં બહુવિધ અસરો સાથેના પ્રમાણપત્રો અને દસ્‍તાવેજોનું નિર્માણ એ ઇ-ધરા કાર્યક્રમની ખાસિયત છે.

ઇ-ગ્રામ - વિશ્વગ્રામ
ગુજરાત રાજ્યના મુખ્‍ય મંત્રી નરૈન્‍દ્ર મોદીએ ૨૩મી જાન્‍યુઆરી,૨૦૦૯ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતી એ હરિપુરા ખાતે ઇ-ગ્રામ યોજનાનો પ્રારંભ કર્યો. હરિપુરા એ જગા છે કે જ્યાંથી નેતાજી સુભાષચદ્ર બોઝે રાષ્‍ટ્રને સ્‍વતંત્ર કરવાનું રણશિંગુ ફુક્યું હતું. ઇ-ગ્રામ યોજના અંતર્ગત પ્રારંભિક સ્‍તરે રાજ્યની ૧૩,૭૧૬ ગ્રામ-પંચાયતો અને ૬,૦૦૦ જનસહાયક કેન્‍દ્રોનું સંચાર-માહિતીના સેતુ દ્વારા જોડાણ થયું. દરેક ગામડાંઓ દ્રશ્‍ય-શ્રાવ્‍ય તકનિકી દ્વારા પરિસંવાદ કાર્યક્રમોથી સજ્જ બન્‍યા, રાજ્યની વિવિધ નાગરિક કલ્‍યાણ તેમજ વિકાસલક્ષી યોજનાની માહિતી - તેના ફોર્મ તેમજ નાગરિક અધિકારના દસ્‍તાવેજો અને પ્રમાણપત્રોની ઉપલબ્‍ધી વગેરે ઇ-ગ્રામ યોજનાના મુખ્‍ય આકર્ષણો છે. ઉપરાંત ખેડૂતોને સાત/બારના ઉતારાની ખરી નકલો પચાયતઘરો માંથી મળી શકે છે. ઇ-ગ્રામ યોજનામાં વિ-સેટ તકનિકી દ્વારા બ્રોડબેન્‍ડ જોડાણ, રાજ્યની પંચાયતો અન્‍યોન્‍ય સાથે નિશુલ્‍ક વાર્તાલાપ કરી શકે, સામાન્‍ય જનસેવા સુવિધાઓ, ઇન્‍ટરનેટ તેમજ સાઇબર જોડાણ ઉપરાંત વીજળી અને ટેલીકોમના વપરાશી બિલો, વિઝા અને ઇ-ટપાલ સેવાઓ વગેરે ઇ-ગ્રામ યોજના અંતર્ગત તેની વેબસાઇટ પર ઉપલબ્‍ધ બનાવી.

સ્‍વાગત ઓનલાઇન
(રાજ્ય સ્‍તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો અને સૂચનોની રજૂઆત)
મહિનાના દર ચોથા ગુરુવારે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી જનસંપર્ક અભિયાન અતર્ગત તેમની કચેરીમાં ‘સ્‍વાગત’ યોજના અન્‍વયે પ્રજાની ફરિયાદો-સૂચના સાંભળે છે અને તેનો પ્રતિઉત્તર અને દીશા સૂચન કરે છે. દ્રશ્‍ય શ્રાવ્‍યના આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીની સાથે સંલગ્‍ન ખાતાકીય વડાઓ તેમજ જિલ્‍લા મુખ્‍યાલયના પ્રતિનિધિઓ હાજર હોય છે. અંતિયાળ વિસ્‍તારના આમઆદમીની ફરિયાદ ‘સ્‍વાગત’ યોજના અંતર્ગત મુખ્‍યમંત્રીશ્રી ગાંધીનગર સ્‍થિત તેમની કચેરીમાં સાંભળે છે અને તેના જવાબો આપી તેમના પ્રશ્નોનું નિવારણ કરે છે. રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનું શ્રેષ્‍ઠતમ પરિણામ આવે તેવા પ્રયાસો સતત કરતા રહે છે. ‘સ્‍વાગત’ કાર્યક્રમના શરૂઆતના સમય ગાળાથી આજ સુધી મળેલી - સાંભળેલી ફરિયાદોમાંથી અંદાજિત ૯૨.૪૫ % જેટલી ફરિયાદોનો સંતોષજનક નિકાલ કરવામાં આવ્‍યો.

જીસ્‍વાન
જી-સ્‍વાનની કામગીરી
રાજ્યની રાજધાની ગાંધીનગરનું બી.એસ.એન.એલ., રિલાયન્‍સ ટેલીકોમ અને ટાટા ટેલી સર્વિસિઝના લીઝ સક્રિટ માળખા દ્વારા સાત જિલ્‍લાઓ સાથે ૮ એમ.બી.પી.એસ., ૧૨ જિલ્‍લાઓ સાથે ૪ એમ.બી.પી.એસ. અને એક જિલ્‍લા સાથે ર એમ.બી.પી.એસ. ની સંચાર ગતિથી માળખાકીય જોડાણ.
રાજ્યના ૨૬ જિલ્‍લાઓ ના વડામથક સાથે રરપ તાલુકાઓનું ર એમબીપીએસની સંચાર ગતિથી માળખાકીય જોડાણ.
જિલ્‍લા તેમજ તાલુકા કક્ષાએ આવેલી.૩૬૦૦ થી વધુ રાજ્ય સરકારની કચેરીઓનું આંતર માળખાકીય જોડાણ.
જીસ્‍વાન (GSWAN) સાથે અંદાજીત સીત્તેરથી વધુ ખાતાકીય કચેરીઓ જે રાજ્યના ભિન્‍ન જિલ્‍લાઓમાં આવેલી છે તે ઉપરાંત તાલુકા કક્ષાએ પાંચ જેટલી કચેરીઓ સંચાર-માહિતીની આપલે માટે જોડાયેલી છે.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્રશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા વાર્તાલાપ યોજના અંતર્ગત સરળ ઇન્‍ટરનેટ-પ્રોટોકોલ પધ્‍ધતિ દ્વારા જોડાયેલ છે.
રાજ્યભરમાં સરકારી માહિતી સેવાઓની આપ-લે માટે ૨૦,૦૧૫ ઉપરાંત ઇ-મેલ આઇડીની રચના કરવામાં આવે છે.
રાજ્ય સરકાર હસ્‍તક વિવિધ ખાતાઓએ ૨૫૫ ઉપરાંત વેબસાઇટો બનાવી છે.
૫૦૦૦ ઉપરાંત ઇન્‍ટરનેટ વપરાશકર્તાઓ સાથે જી-સ્‍વાન (GSWAN) નું રાજ્ય કક્ષાનું કેન્‍દ્ર ૧૪ એમબીપીએસ સંચાર ગતિ માળખાથી સુસજ્જ છે.
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia