www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ – ૨૦૨૦, રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો રંગારંગ પ્રારંભ

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 નો પ્રારંભ કરાવ્યો હતો. ઉતરાયણનું પર્વ – પતંગોત્સવ સામાજીક સમરસતા-એકતાનું સમાજપર્વ બન્યું છે. પરંપરાગત તહેવારો નવી પેઢીને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીક ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટમમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે. આવા ઉત્સવોની ઉજવણીની આપણી પરંપરાને કારણે પ્રવાસન વિકસ્યું છે તેથી સ્ટચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન ધામની એક જ વર્ષના ગાળામાં 35 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને આવનારા દિવસોમાં 50 લાખ લોકો મુલાકાત લે તે માટેનું આયોજન પણ શરૂ કરી દીધું છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia