www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમિતોની અવિરત સેવા-સુશ્રુષા આત્મીયજન બનીને કરતી ફ્રન્ટલાઇન વોરિયર્સ નર્સ બહેનો સાથે વિડીયો સંવાદ કર્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોની સેવા-સુશ્રુષામાં દિવસ-રાત જોયા વિના રાજ્યની હોસ્પિટલોમાં અવિરત ફરજરત પરિચારિકા નર્સ બહેનો પ્રત્યે તા. ૧રમી મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે અવસરે કૃતજ્ઞતા વ્યકત કરી વિડીયો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ નર્સ બહેનો પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં પોતાના ઘર-પરિવાર બાળકો ભુલી જઇને માત્ર રોગી-દર્દીની સુશ્રુષા સેવાનો જે કર્તવ્ય પરાયણ ભાવ દર્શાવી રહી છે તેની વિશેષ નોંધ લઇ અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ નર્સીસ બહેનોને પ્રેરણા આપતાં કહ્યું કે, કોરોના સંક્રમિતની પડખે જ્યારે હોસ્પિટલમાં તેના કોઇ સ્વજનો પરિજનો નથી હોતા ત્યારે તમે સૌ તેના આત્મીયજન જેમ સારસંભાળ રાખીને સમાજ-રાષ્ટ્ર-રાજ્યની સેવા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે બજાવી રહ્યા છે.

તેમણે ‘લેડી વીથ ધ લેમ્પ’ ફલોરેન્સ નાઇન્ટીગલ યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારસંભાળ સારવાર માટે રાત્રે મીણબત્તી લઇને પણ સેવાદાયિત્વ નિભાવતાં તેની યાદ પણ આ નર્સીસ ડે અવસરે તાજી કરી હતી. ફલોરેન્સ નાઇન્ટીગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

નર્સ બહેનોએ પણ આંતરરાષ્ટ્રિય નર્સીસ ડે ના અવસરે પોતાની આ સેવા ભાવના પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ વિશેષ કૃતજ્ઞતા અને ધન્યવાદ વ્યકત કર્યા તે માટે હર્ષ અનુભવ્યો હતો.

આ બહેનોએ કોરોના સંક્રમણ સામે લડીને વિજય મેળવવા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં તેમના સૌના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતી રવિ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia