www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી પ્રભાવિત છે. કોરોના વાયરસ સામે મોટાભાગના દેશો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આ સંદર્ભે તાત્કાલિક વિવિધ પગલાં ભરી રાજ્યની જનતાની ચિંતા કરી છે.

રાજ્યમાં કોરોના વાયરસને લીધે નિર્મિત પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આરોગ્ય સેવાઓને સુસજ્જ કરવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવતાં તેમણે આજે જાતે અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે કોરોનાના સંભવિત સંક્રમણને પહોંચી વળવા માટે આરક્ષિત કરાઈ છે. તે માટે અહીંના તમામ સારવાર વિભાગ જૂની હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવશે તેમ મુલાકાત બાદ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, કલેક્ટર શ્રી કે. કે. નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ શ્રી જી.એચ.રાઠોડ અને સિવિલ હોસ્પિટલના તબીબી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia