www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
11 નગરપાલિકાઓના વોટર ટ્રીટમેન્ટ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં સૌર ઊર્જા ઉપયોગ માટે સોલાર પ્લાન્ટ સ્થાપવા 13.61 કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં ગ્રીન એનર્જી ને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય ની 11 નગરપાલિકા વિસ્તારમાં આવેલા 15 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં સૌર ઊર્જા ના ઉપયોગ માટે સોલાર પ્લાન્ટ સ્થાપવા કુલ 13.61 કરોડ રૂપિયાના કામો ને મંજૂરી આપી છે. આ સોલાર પ્લાન્ટ દ્વારા અંદાજે સમગ્રતયા 2835 કિલો વોટ સૌર ઊર્જા ઉત્પાદન થશે. એટલું જ નહિ સૌર ઉર્જાથી વીજઉત્પાદનને પરિણામે નગરપાલિકાઓના વીજ બિલ માં વાર્ષિક રૂ. 2.94 કરોડની વીજ બચત પણ થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ જે 11 નગરપાલિકાઓને સોલાર પ્લાન્ટ માટે રકમ ફાળવી છે, તેમાં બારડોલી, ઉમરગામ, બોટાદ, સોનગઢ, વિજલપોર, અંકલેશ્વર, જંબુસર, નવસારી, વ્યારા, ઊંઝા તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં સૂર્યશકિતનો મહત્તમ ઉપયોગ કરીને પ્રદૂષણ રહિત સૌર ઊર્જા ઉત્પાદનથી ગ્રીન ક્લીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા પ્રતિબદ્ધ છે તે દિશામાં આ વધુ એક કદમ તેમણે નગરપાલિકાઓને સૌર ઊર્જા માટે પ્રેરિત કરીને ઉઠાવ્યું છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia