www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Gujarat CM made two important decisions encourage the establishment of the CNG stations under “CNG Sahbhagi Yojna”

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

તદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ CNG સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબધ્ધતા દર્શાવી છે તે માટે અને CNG ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત CNG ડિલર એસોસીએશને ગાંધીનગરમાં શ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને આભાર વ્યકત કર્યો હતો.

એસોશિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ નવીન CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, CNG પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia