www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Prime Minister releases the book “Maru jivan e j maro sandsh” on the occasion of 150th birth anniversary of Gandhi Bapu.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાજંલિ અર્પી ભાવાંજલિ અર્પી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ અવસરે પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આશ્રમ સ્થિત મગન નિવાસ તેમજ હદયકુંજની મુલાકાત લીઘી હતી. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂજય બાપુના જીવનને આવરી લેતા “મારું જીવન એ જ મારો સંદેશ ” પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સાબરમતી આશ્રમ સુરક્ષા ટ્રસ્ટને શાળાના વિઘાર્થીઓ દ્વારા પૂજય બાપુને ઉદ્દેશીને લખાયેલા પોસ્ટકાર્ડનું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિહાળ્યું હતું. ટ્રસ્ટ તરફથી વિઘાર્થી દ્વારા પૂજય બાપુને ઉદ્દેશીને લખાયેલ પોસ્ટકાર્ડ વડાપ્રધાનશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં નોઘેલા સંદેશામાં જણાવ્યું કે, સાબરમતી આશ્રમ સંકલ્પ થી સિઘ્ઘિનું તીર્થ છે. પૂજય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે, જયાં સુઘી દેશ આઝાદ નહિ થાય, ત્યાં સુઘી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહિ, આશ્રમે આ સંકલ્પને સિઘ્ઘ થતાં જોયો છે.

સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઇએ જણાવ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે સંલગ્ન રહીને અહિંસા શીખીએ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના ૧૪ જિલ્લાઓની ૩૦૦ પ્રાથમિક શાળાના ૩૦ હજાર જેટલા વિઘાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

ગાંધી આશ્રમ સંચાલિત પી.ટી.સી કોલેજ અને વિનય મંદિર માઘ્યમિક શાળાની વિઘાર્થીનીઓ દ્વારા પૂજય બાપુના પ્રિય ભજન વૈષ્ણવ જન રે.... અને રઘુપતિ રાઘવ.... ભજનનું ગાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ, કલેકટર શ્રી ડૉ. વિક્રાંત પાંડે, આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આશ્રમવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia