www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Three day contemplation camp has been held by Gandhinagar water supply department for the benefit of “Nal se Jal” scheme

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા ‘‘નલ સે જલ’’ સંકલ્પ સાકાર કરી સૌને ઘરે-ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની નેમ વ્યકત કરી છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ ર૦૨૪ સુધીમાં ઘરે-ઘરે ફિલ્ટર કરેલું સ્વચ્છ પાણી પાઇપલાઇન-નળથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવાનું સપનું સંજોર્યુ છે. ગુજરાતે આ સપનું આગામી ૩ જ વર્ષમાં એટલે કે ર૦રર સુધીમાં પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં જ નાણાં ફાળવણી કરી દીધી છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના પાણી પૂરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે ઉપસ્થિત રહ્યા હતા. બજેટ રજૂ થયાના ગણતરીના દિવસોમાં જ નલ સે જલનો સંકલ્પ પાર પાડવાના આયોજન સાથે પાણી પૂરવઠા વિભાગે એકશન પ્લાન બનાવી ચિંતન શિબિરથી કમર કસી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia