www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Two days Seminar started on “disaster risk management system including disability in india” at institute of sysmological research center at Gandhinagar.

સોસાયટી ફોર ડિસેબિલીટી એન્ડ રિહેબિલિટેશન સ્ટડીઝ, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સ (આઇ.આર.એસ) અને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજરોજ ‘ભારતમાં ડિસેબિલિટી સમાવિષ્ટ આપત્તિ જોખમ વ્યવસ્થાપન’ વિષય પરના રાષ્ટ્રીય સેમિનારનું આયોજન ગાંધીનગરની ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારને ગુજરાત રાજય હ્મુમન રાઇટૂસ કમિશનના ચેરપર્સન શ્રી એમ.એચ.શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગુજરાત રાજય હ્મુમન રાઇટૂસ કમિશનના ચેરપર્સન શ્રી એમ.એચ.શાહે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ૧૫ ટકા લોકો દિવ્યાંગતા અનુભવી રહ્યાં છે. આપત્તિ મુખત્વે કુદરતી, મશીન અને માનવ સર્જિત આપત્તિ હોય છે. કુદરતી આપત્તિમાં સુનામી, ભૂકંપ જેવી આપત્તિ હોય છે. જયારે મશીનથી સર્જિત અને માનવ સર્જિતી આપત્તિમાં અનેક બનાવોનો સમાવેશ થાય છે. હાલના સમયમાં દર એક મિનીટે એક અકસ્માત થાય છે, દર વીસ મિનિટે એક વ્યક્તિનો જીવ જાય છે. આપત્તિ સમયે ખોરાક, પાણી અને વીજળી સુવિઘાઓની આવશ્યકતા સૌથી વઘુ હોય છે, તેવું કહી કચ્છના ભૂકંપમાં દિવ્યાંગ લોકોને કેવી મદદ કરવામાં આવી હતી. તેની પણ વાત કરી હતી.

ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.જી શ્રી ડૉ. પી.કે.તનેજાએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટરએ તમામ લોકોને આવરી લેતો વિષય છે. ડિઝાસ્ટર સમયે તેનો સામનો કરવાની ક્ષમતા હોવી તે ખૂબ જરૂરી છે. પરંતુ આવા સમયે દિવ્યાંગતા ધરાવતા લોકોની ક્ષમતા ઓછી થઇ જાય છે. જેથી તેઓ ડિઝાસ્ટરનો ભોગ ઝડપી બની શકે છે. સક્ષમ સંસ્થા તરફથી યોગ્ય માર્ગદર્શન અને નક્કર આયોજન કરવામાં આવે તો ડિઝાસ્ટર સમયે દિવ્યાંગોને લડવું સરળ બની શકે તેમ છે. સામાન્ય રીતે ભૂકંપ મેનેજમેન્ટ અને રિકસ ભૂકંપ વચ્ચેની ભેદરેખા કોઇ જાણતું નથી, તેવું કહી તેની વિસ્તૃત વાત કરી હતી. જાપાનમાં આવેલી વર્ષ- ૨૦૧૧ની સુનામીમાં સૌથી વધુ દિવ્યાંગ લોકોને કેમ અસર થઇ હતી, તેની પણ રસપ્રદ વાત કરી હતી.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia