મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજરમેન્ટની ગવર્નિંગ કાઉન્સીલની મળેલી બેઠકમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના વરસાદી પાણી આવી જવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાંઓની વિશદ
ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવી વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં ભવિષ્યમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોંગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આ આપદા પ્રબંધન સંસ્થાન તૈયાર કરે તેવું સૂચન કર્યુ હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા તેમજ જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર જનરલ શ્રી પી. કે. તનેજા, સી.ઇ.ઓ શ્રીમતી અનુરાધા મલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, શહેરી વિકાસ
અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરી, માર્ગ-મકાન સચિવ શ્રી સંદીપ વસાવા સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.